Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઝુંપડપટ્ટી રેગ્યુલાઇઝ કરવા મુદ્દે 1 એપ્રિલથી સત્યાગ્રહ
ઝુપડપટ્ટી પરિષદના શહેર જિલ્લાના પ્રમુખ લાખાભાઇ પરમારે મનપાના કમિશ્નર તુષાર સુમેરાને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, 1993 માં નગરપાલિકામાં ઝુપડપટ્ટી રેગ્યુલાઇઝ કરવા માટે સરકારના પરિપત્ર મુજબ ઠરાવ થતા 2200 લોકોએ નાણાં ભર્યા હતા. જોકે, બાદમાં મહાનગરપાલિકા બન્યા પછી પણ ફરી ઝુપડપટ્ટી રેગ્યુલાઇઝ કરવાના વચનો આપ્યા હતા પરંતુ તેનું આજ દિન સુધી પાલન કરવામાં આવ્યું નથી. આ માટે ઠરાવને સરકારની મંજૂરી મળી ન હોવાનું બહાનું બતાવાઇ રહ્યું છે. જ્યારે 2012માં જનરલ બોર્ડમાં ઝુપડપટ્ટીના લોકો પાસેથી હાઉસ ટેક્ષ લેવા ઠરાવ કરાયો છે અને તેને વહિવટી મંજૂરી પણ મળી ગઇ છે. ત્યારે જો હવે ઝુપડપટ્ટીને રેગ્યુલાઇઝ કરવામાં નહી આવે તો 1 એપ્રિલથી બપોરના 12 થી સાંજના 7 સુધી કાળવા ચોક સ્થિત ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાસે સત્યાગ્રહ આંદોલન કરવામાં આવશે અને જ્યાં સુધી પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુુ રહેશે તેમ લાખાભાઇ પરમારે જણાવ્યું છે.
1993માં ન.પા.માં 2200 કુટુંબોએ નાણાં ભર્યા હતા