તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

60 વર્ષની ઉંમર થયા બાદ લગ્ન કરશે સલમાન-કેટરીના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સલમાન ખાન અને કેટરીના કૈફ 60 વર્ષની ઉમર થયા બાદ લગ્ન કરશે. અચંબિત ના થશો. આવું રિયલ લાઈફમાં નહીં પરંતુ રીલ લાઈફમાં થવા જઈ રહ્યું છે. બંને હાલમાં ફિલ્મ ‘ભારત’ માં કામ કરી રહ્યા છે. સાંભળવા મળ્યું છે કે આ ફિલ્મમાં બંનેના પાત્રો 60 વર્ષની ઉમર બાદ લગ્નના બંધનમાં બંધાશે. અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ કોરિયન ફિલ્મ ‘ઓડ ટુ માય ફાધર’ ની હિન્દી રીમેક છે.

આ વર્ષે ત્રણ ફિલ્મો પર કામ કરી રહ્યા છે પ્રકાશ ઝા
પ્રકાશ ઝાની છેલ્લી ફિલ્મ 2016માં રિલીઝ થયેલી ‘જય ગંગાજલ’ હતી. ત્યારબાદ તેઓએ ‘લિપસ્ટિક અંડર માય બુરખા’ પ્રોડ્યુસ કરી હતી. હાલમાં જ એક ઇવેન્ટમાં તેમણે જણાવ્યું કે આ વર્ષે તેઓ ડાયરેકશનમાં વ્યસ્ત રહેશે. તેઓ કહે છે, ‘હું આ વર્ષે ત્રણ ફિલ્મો લઈને આવી રહ્યો છું. જલ્દી જ તેની જાહેરાત કરીશ. થોડા જ દિવસોમાં અમે એક વધુ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવાના છીએ અને વર્ષના અંતમાં ત્રીજા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દઈશું.

ટીઆરપીમાં ‘કેબીસી’ અને ‘બિગ બોસ’ થી આગળ નીકળ્યો કપિલ
કપિલ શર્માએ તેમના કોમેડી શૉ ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ શર્મા’ સાથે ટીવી પર કમબેક કર્યું છે. એમના શોને 3.4ની ઓપનિંગ રેટ મળી છે કે જે અમિતાભ બચ્ચનના શૉ ‘કેબીસી’ (2.6) અને સલમાન ખાનના શૉ ‘બિગ બોસ 12’ (3.1) કરતા વધારે છે. કપિલના શૉના પહેલા એપિસોડ પર ‘સિમ્બા’ ની ટિમ પહોંચી હતી. શૉમાં કિકુ શારદા, સુમોના ચક્રવર્તી અને ચંદન પ્રભાકરે વાપસી કરી છે. એ સાથે શૉમાં કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહ જેવા નવા કલાકારો જોડાયા છે.

‘સોનચિરૈયા’ની ક્રૂને મળી હતી ચંબલના ડાકુઓની ધમકી
શું તમે જાણો છો?
શ્રદ્ધા કપૂરે ‘એબીસીડી 3’ને આપી સાઈનાની બાયોપિકની ડેટ્સ..
કઈ એક્ટ્રેસ પકડશે સાઇના નેહવાલનું રેકેટ?
ચર્ચા છે
દીપિકા ફિલ્મ માટે મેકર્સની સૌથી પહેલી ચોઈસ હોવી જોઈએ. એમના પિતા પ્રકાશ પાદુકોણ વર્લ્ડ નં. 1 બેડમિન્ટન પ્લેયર રહી ચુક્યા છે. દીપિકા પોતે પણ નેશનલ લેવલ બેડમિન્ટન પ્લેયર રહી ચુકી છે. આવામાં એમને ફિલ્મની તૈયારીઓ માટે સમય બગાડવો નહીં પડે. દીપિકાને પી વી સિંધુની બાયોપિક માટે પણ પરફેક્ટ માનવામાં આવે છે.

દીપિકા પાદુકોણ
બેડમિન્ટન ચેમ્પિયન સાઈન નેહવાલની બાયોપિક લાંબા સમયથી ચર્ચામાં છે. અમોલ ગુપ્તેના નિર્દેશનમાં બનનારી આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર કામ કરી રહી છે. એમણે ઘણા સમય પહેલા તેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જો કે પ્રેક્ટિસ દરમિયાન મેકર્સનો વિચાર હતો કે એમને સાઈનાની જેમ કામ કરવા માટે થોડા વધુ સમયની જરૂર પડશે. એ જ કારણથી મેકર્સે શ્રદ્ધાને ફિલ્મ માટે તૈયારી કરવાનો સમય આપ્યો હતો. આ દરમિયાન શ્રદ્ધા એમની બીજી ફિલ્મોનું શૂટિંગ કરતી રહી. આખરે પાછલા વર્ષે આ ફિલ્મ ફ્લોર પર ગઈ પરંતુ શ્રદ્ધાને ડેન્ગ્યુ થવાના લીધે થોડા સમય માટે તેને ફરીથી ટાળી દેવાઈ. ત્યારથી આજ સુધી તેનું શૂટિંગ શરૂ નથી થયું.

હવે સાંભળવા મળી રહ્યું છે કે આ ફિલ્મ ફરી હોલ્ડ પર છે અને શ્રદ્ધાએ સાઈનાની ડેટ્સ ‘એબીસીડી 3’ ને આપી દીધી છે. આ બંને ફિલ્મોના પ્રોડ્યુસર ભૂષણ કુમાર છે. ખબર છે કે હવે સાઈના બાયોપિકનાં મેકર્સ આ ફિલ્મને કોઈ નવી એક્ટ્રેસ સાથે ફરી શરૂ કરી શકે છે. જાણો કઈ એક્ટ્રેસ આ રોલ માટે સુટેબલ હશે.

સારા અલી ખાને પાછલા વર્ષે ‘કેદારનાથ’ થી ડેબ્યુ કર્યું હતું. તેઓ પોતે સ્પોર્ટ્સ ફેમિલીમાંથી છે અને તેઓ પોતે પણ સ્પોર્ટ્સનો શોખ રાખે છે. તેઓ પણ આ ફિલ્મ માટે પરફેક્ટ ચોઈસ હોય શકે છે.

સારા અલી ખાન
રાઇટર-ડાયરેક્ટર અભિષેક ચૌબેની ફિલ્મ ‘સોનચિરૈયા’ નું શૂટિંગ ચંબલની વાદીઓમા થયું છે. ફિલ્મ સાથે જોડાયેલા કલાકારો માટે આ એમના કરિયરની અત્યાર સુધીની સૌથી વધારે ફિઝીકલી ચેલેંજિંગ ફિલ્મ રહી છે. ફિલ્મ સાથે જોડાયેલા લોકોનું માનીએ તો સૂકા અને સુમસામ વિસ્તારોમાં કલાકારોએ શૂટિંગ તો કર્યું જ છે, સાથે જ તેઓને ત્યાંના ડાકુઓથી સાવધાન રહેવા પણ કહેવાયું હતું. જો કે, આજની તારીખમાં ત્યાં ડાકુઓનો ડર એટલો બધો રહ્યો નથી પરંતુ પોલીસ પ્રશાશન તરફથી સમગ્ર કાસ્ટ અને ક્રુને ખુલ્લામાં ફરવાની પરવાનગી નહોતી. અમુક એવા અંદરના વિસ્તારો પણ હતા જ્યાં જવાની મનાઈ જ હતી. એક રીતે ડાકુઓ તરફથી અઘોષિત ધમકી પણ મળી હતી. શૂટ દરમિયાન જે બંદુકો વપરાતી તેમાંથી ફાયરિંગ કરવાની પણ મનાઈ હતી. ને એટલે જ કલાકારો શૂટ દરમિયાન બંદૂક ફક્ત હવામાં લહેરાવતા હતા. બાદમાં સાઉન્ડ ડિઝાઇનર્સની મદદથી ફાયરિંગનો અવાજ સીનમાં મિક્સ કરવામાં આવ્યો.

ફિલ્મના મેકર્સે ગયા વર્ષે આ તસ્વીર શેર કરી હતી. આમાં ડાયરેક્ટર અમોલ ગુપ્તે, શ્રદ્ધા કપૂર અને પ્રોડ્યુસર ભૂષણ કુમાર નજર આવી રહ્યા છે. તસ્વીર ફિલ્મના મુહર્ત શોટની છે જે 25 સપ્ટેમ્બર 2018ના રોજ થયું હતું. તેના બે અઠવાડિયા પછી શ્રદ્ધાને ડેન્ગ્યુ થઇ ગયું હતું અને તેઓ મહિના સુધી રેસ્ટ પર રહ્યાં. એ બાદ હજુ સુધી ફિલ્મનું શૂટિંગ શરૂ નથી થયું.

દિશા પટણીએ સિલેક્ટેડ ફિલ્મો જ કરી છે અને હાલમાં તેમની પાસે અમુક ફિલ્મો છે. એમની બોડી એક એથ્લીટ જેવી છે. એમના પર સ્પોર્ટ્સ પ્લેયરનો રોલ ઉત્તમ રીતે જામશે. તેઓ વારંવાર વર્કઆઉટ્સના અલગ અલગ વિડિયોઝ પણ પોસ્ટ કરે છે. થોડી ફોર્મલ ટ્રેનિંગ લીધા બાદ તેઓ આ પાત્રને બખૂબી ભજવી શકે છે.

દિશા પટણી
બીજી શું રહી વિડંબણાઓ

રાઇફલ હાથમાં રાખવા અને ચલાવવાનો પણ એક ચેલેન્જ હતો. એના માટે દરેકનો ત્રણ અઠવાડિયા સુધી વર્કશોપ ચાલ્યો.

સૌથી મોટો વર્કશોપ ડાયલેક્ટને લઈને રહ્યો. સમગ્ર ફિલ્મ બુંદેલીમાં છે. એને પકડવામાં મનોજ બાજપાઈ અને આશુતોષ રાણાને બાકાત કરતા દરેકને પરસેવો વળી ગયો હતો.

આ છે પ્રેમની તાકાત...
ઋતિક રોશને હાલમાં જ જણાવ્યું હતું કે એમના પિતા રાકેશ રોશનને અર્લી સ્ટેજ કેન્સર ડાયોગ્નાઇઝ થયું છે. હાલમાં જ રાકેશે તેમની પહેલી સર્જરી કરાવી છે. હવે સર્જરી બાદ ઋતિકે રાકેશની પહેલી તસ્વીર શેર કરી છે. તેને શેર કરતા ઋતિકે લખ્યું.. ‘તે ઉભા થઇ ગયા છે. આ છે પ્રેમની તાકાત. આજનો દિવસ બહુ જ સરસ રહ્યો.’ ગઇ 10 જાન્યુઆરીએ ઋતિકે તેમનો 45મોં જન્મદિવસ પણ ઉજવ્યો હતો. આ તસ્વીર ત્યારની જ છે. આમાં ઋતિક સિવાય પિતા રાકેશ રોશન, મા પિન્કી રોશન અને પરિવારના અન્ય સદસ્યો દેખાઈ રહ્યા છે.

આઇપીએલ 12ના કારણે...
બદલાઈ શકે છે ‘કેસરી’ અને ‘મેન્ટલ’ ની રિલીઝ ડેટ
અમુક દિવસો પહેલા એવું મનાઈ રહ્યું હતું કે આ વર્ષે થનારું આઇપીએલ લોકસભા ચૂંટણીને લીધે બીજા કોઈ દેશમાં થશે. પરંતુ હવે જ્યારે એ કન્ફ્રર્મ થઇ ગયું છે કે તે આ 23 માર્ચથી ઇન્ડિયામાં શરૂ થવા જઈ રહ્યું છે તો તેનો પ્રભાવ અક્ષય કુમાર અને કંગના રાણાવતની ‘કેસરી’ અને ‘મેન્ટલ હૈ ક્યાં’ પર પડતો દેખાઈ રહ્યો છે. તેનું કારણ એ છે કે ‘કેસરી’ આઇપીએલ શરૂ થવાના બે જ દિવસ પહેલા રિલીઝ થવાની અને ‘મેન્ટલ હૈ ક્યાં’ તેના એક અઠવાડિયા બાદ રિલીઝ થવાની છે. જો કે ટ્રેડ પંડિત તરણ આદર્શનું કહેવું છે કે, ‘આઇપીએલની હવે જો કે કોઈ હવા નથી રહી. આ સમયમાં પણ ફિલ્મો રિલીઝ થાય છે અને હિટ થાય છે. હા એ જરૂર છે કે તેના શરૂઆતના અને કલાઈમેક્સના દિવસોમાં આવનારી ફિલ્મો પર અસર પડે છે. આ બંને ફિલ્મો આઈપીએલના શરૂઆતના અઠવાડિયાઓમાં રિલીઝ થઇ રહી છે. આશા છે કે બંનેની ડેટ બદલાશે.’

અન્ય સમાચારો પણ છે...