તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુચકુંદ ગુફાથી સંતો ગિરનાર કુંભમાં પ્રવેશ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભવનાથ મહાદેવના પાવન સાંનિધ્યે યોજાનાર ગિરનાર શિવરાત્રી કુંભમેળાના વિધીવત પ્રારંભ પૂર્વે સંતોની નગર પ્રવેશ યાત્રા યોજાઇ હતી. જોકે પહેલા ભૂતનાથ મહાદેવ મંદિરથી યાત્રા યોજાવાની હતી પરંતુ પુલવામાં થયેલા આતંકી હુમલામાં જે જવાનો શહીદ થયા છે તેના માનમાં નગર પ્રવેશ યાત્રાનો રૂટ પણ ટૂંકાવી દેવાનું નક્કી કરાયું હતું. તે મુજબ 26 ફેબ્રુઆરી સાંજના 6 વાગ્યેથી મુચકુંદ ગુફા પાસેથી સંતોની નગર પ્રવેશ યાત્રા યોજાઇ હતી. આ યાત્રામાં અનેક સંતો, મહંતો જોડાયા હતા. યાત્રાના રૂટમાં ફર્યા બાદ ભવનાથ જૂના અખાડા ખાતે નગર પ્રવેશ યાત્રા સંપન્ન થઇ હતી. દરમિયાન 27 ફેબ્રુઆરીના સવારે 8:30 વાગ્યે રાજ્યપાલ ઓ.પી. કોહલી તેમજ વરિષ્ઠ સંતોની ઉપસ્થિતીમાં ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે મેળાનો વિધીવત પ્રારંભ થશે અને 4 માર્ચના રવેડી અને મૃગીકુંડમાં સાધુઓના સ્નાન બાદ મેળો સંપન્ન થશે.

શિવરાત્રી

મેળો 2019

ગિરનાર

ઘોડેશ્વાર પોલીસ દ્વારા પેટ્રોલીંગ
મેળામાં આવનાર લોકોની સુરક્ષા મામલે તંત્ર કોઇ કસર છોડવા માંગતું ન હોય ઘોડેશ્વાર પોલીસ દ્વારા પણ સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

સાધુને ઘૂણા માટે જગ્યા અપાઇ
ભવનાથ ઝોનલ ઓફિસ સામેની જગ્યામાં મનપાએ સ્ટોલ ઉભો કર્યો હતો. જોકે આ જગ્યામાં ઘૂણા બનતા હોય સાધુઓની રજૂઆત બાદ કોઇ વિવાદ ન સર્જાય તે માટે આ જગ્યા ધૂણા માટે ફાળવી દેવામાં આવી છે.

દવાનો છંટકાવ કરાયો
લાખ્ખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાના હોય ત્યારે સફાઇને ધ્યાને લઇ મનપા દ્વારા 400થી વધુનો સ્ટાફ ગોઠવી ભવનાથમાં સફાઇ કરાવવામાં આવી રહી છે તેમજ દવાનો પણ છંટકાવ કરાઇ રહ્યો છે.

અન્નક્ષેત્રો ધમધમ્યા
મેળાનો વિધીવત 27 ફેબ્રુઆરીથી પ્રારંભ થનાર છે પરંતુ ભાવિકોનું આગમન થતા અન્નક્ષત્રોનો પણ ધમધમાટ શરૂ થઇ ગયો છે. ભાવિકોને ભાવતા ભોજનીયા પિરસવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો