તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રશિયન મહિલાઓ પર હુમલો કરનારા સ્થાનિક હોવાનું અનુમાન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
5 દિવસ પહેલાં ગિરનારનાં 1500 પગથિયાંની નજીક અજાણ્યા 3 શખ્સોએ બે રશિયન મહિલાઓને છરી દેખાડી હુમલો કર્યાની 2 ઘટનામાં સ્થાનિક શખ્સો જ સામેલ હોવાનું પોલીસનું માનવું છે.

આ અંગે એસપી સૌરભસીંઘે કહ્યું હતું કે, અમને જેવી જાણ થઇ કે તુરત પોલીસ કાફલો અને વનવિભાગનાં અધિકારીઓ બનાવનાં સ્થળથી લઇ આખા જંગલમાં કોમ્બીંગ કર્યું હતું. પણ ત્રણેય શખ્સો જંગલમાં ઉતરી ગયા હતા. વળી સીસી ટિવી કેમેરા પણ ત્યાં ન હોઇ તેઓનાં ફૂટેજ પણ જોવા નથી મળ્યા. એટલું ખરું કે, બંનેએ રાડારાડી કરતાં નજીકમાં રહેલા દુકાનોમાંથી લોકો દોડી આવ્યા હતા. પરંતુ એટલીવારમાં તો હુમલાખોરો નાસી ગયા હતા. ગણત્રીની મિનીટો નહીં, સેકન્ડોમાં આખી ઘટના બની ગઇ. જો આરોપીઓ સ્થાનિક હોય અને એ વિસ્તારમાં જંગલ અને નાસી જવાનાં રસ્તાથી વાકેફ હોય તો જ આ શક્ય છે.

આમ તેઓ સ્થાનિક હોવાની વધુ શક્યતા છે. જોકે, મહિલાઓ ફરિયાદ કરવા નહોતી માંગતી. આમ છત્તાં જાણવા જોગ એન્ટ્રી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો