તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોરઠ પંથકનાં ખેલમહાકુંભનાં 9,464 ખેલાડીઓને રૂ.1.67 કરોડના ઇનામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ ખાતે ખેલ મહાકુંભના વિજેતા ખેલાડીઓનો સન્માન સમારોહ પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ખેલમહાકુંભ 2019 માં જૂનાગઢ શહેર અને ગ્રામ્ય જિલ્લાના 6046 વિજેતા ખેલાડીઓને રૂ. 1 કરોડ કરતા વધારે રોકડ પુરસ્કારના નાણા સીધા જ બેંક ખાતામાં જમાં કરવામાં આવી રહ્યા છે. મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે દર વર્ષે ખેલમહાકુંભમાં ખેલાડીઓનો ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. આ તકે કલેક્ટર ડો.સૌરભ પારધી, મેયર ધીરૂભાઇ ગોહેલ, ડે.મેયર હિમાંશુ પંડ્યા, જિલ્લા રમત ગમત અધિકારી વિશાલ દિહોરા, હિતેષ ડાંગર સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે ગિર સોમનાથ જિલ્લામાં યોજાયેલ ખેલમહાકુંભ-2019 ના વિજેતા ખેલાડીઓને પણ રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં. ગિર સોમનાથના વેરાવળ ખાતે યોજાયેલ આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના 2,980 ખેલાડીઓને રૂ.52 લાખનું ઇનામ મળવા પાત્ર છે જ્યારે સ્પેશિયલ ખેલમહાકુંભના 438 ખેલાડીઓને રૂ.15 લાખનું ઇનામ મળવા પાત્ર છે. આ ઇનામની રકમ સરકારની યોજના અંતર્ગત ખેલાડીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવાની અધ્યક્ષતામાં યોજાયેલ આ સન્માન સમારોહમાં તેઓએ જણાવ્યું હતું કે, યુવાનો ખેલકુદમાં આગળ વધી દેશનું નામ રોશન કરે તે માટે સરકારે અનેક યોજના અમલી બનાવી છે. આ કાર્યક્રમમાં ગિરનાર સ્પર્ધાના રેકોર્ડ વિજેતા દેવકુમાર આંબલીયા, કાનજીભાઇ ભાલીયાનું અભિવાદન કરાયું હતું. આ તકે પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, નગર પાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હરેશ મકવાણા, સીનીયર કોચ કાનજીભાઇ ભાલીયા, જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન જાલોધરા, કલેક્ટર અજય પ્રકાશ, હરદાસભાઇ સોલંકી, ડાયાભાઇ જાલોધરા, સ્મિતાબેન છગ, રમત ગમત કચેરીના અર્જુનભાઇ, વરજાંગભાઇ વાળા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...