ગડુ - જંગર રોડને પહોળો અને મજબૂત કરવા માટે રૂ.27 કરોડ મંજુર કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગડુ - જંગર રોડને પહોળો કરવા માટે અગાઉ 16 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. જોકે આ રોડમાં બ્લેક કોટન સોઇલ દેખાતા દરખાસ્તની રકમ વધારવાની જરૂરીયાત પડી હતી. બાદમાં આ રકમ 16 કરોડથી વધારીને 27 કરોડ કરવામાં આવી છે.

માળીયા હાટીના તાલુકાના ગડુ-જંગર રોડને માર્ગ અને મકાન પંચાયતમાંથી વિભાગમાંથી રાજ્ય માર્ગ અને મકાન વિભાગમાં તબદીલ કરાયો હતો. આ રસ્તાનું મજબૂતી કરણ અને પહોળો બનાવવા માટે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ માર્ગ અને મકાન વિભાગના મંત્રી નિતીન પટેલને રજૂઆત કરી હતી. આ માટે 16 કરોડની દરખાસ્ત કરવામાં આવી હતી. જોકે બાદમાં આ રોડની સ્થિતી અને બેઈઝ ,સબ બેઇઝ જોતા તેમાં બ્લેક કોટન સોઇલ માલુમ પડયું હતું. આથી જૂનાગઢ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે આ રસ્તાના વાઇડીંગ અને મજબૂતી કરણ માટે 16 કરોડના બદલે 27 કરોડની દરખાસ્ત કરી હતી. ત્યારે આ રોડ માટે 27 કરોડ મંજુર કરવામાં આવ્યા હોવાનું સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ જણાવ્યું હતું. આ રોડ જિલ્લાનો મુખ્ય રસ્તો હોય ગડુથી તાલાલા સુધીનો મુખ્ય જિલ્લાનો માર્ગ હોય આ વિસ્તારમાં અંદાજે એકાદ લાખ લોકો વસવાટ કરે છે. જેવોને ખરાબ રસ્તાનાં કારણે ભારે મુશ્કેલી પડતી હતી. રોડનું કામ મંજુર થતાં આ વિસ્તારમાં રહેતા લોકોને તેમજ રોડ પરથી પસાર થનાર વાહન ચાલકોને મુશ્કેલીમાંથી રાહત મળશે.

અગાઉ 16 કરોડની દરખાસ્ત કરી હતી


બેઈઝમાં બ્લેક કોટન સોઇલ દેખાતા દરખાસ્તની રકમ વધારાઇ

અન્ય સમાચારો પણ છે...