તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યોગી આદિત્યનાથ માટે રોટલો-ઓળો-ભાજી-દાળભાત-છાશનું મેનુ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કુંભ મેળામાં 1 માર્ચે યોજાનાર સંત સંમેલનમાં ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આવનાર છે. બંને બપોરે 2 વાગ્યે હવાઇ માર્ગે આવી પહોંચ્યા બાદ સીધાજ શેરનાથબાપુને ત્યાં ગોરક્ષનાથ આશ્રમ પહોંચશે અને ત્યાં ભોજન-આરામ કરી બાદમાં કાર્યક્રમમાં પહોંચશે. આ અંગે શેરનાથબાપુએ કહ્યું હતું કે, યોગીજી અને વિજયભાઇએ સામેથી કહ્યું છે કે, તેઓ ગોરક્ષનાથ આશ્રમ આવવું છે. અને અહીંજ ભોજન અને આરામ કરવો છે. યોગીજીને અહીંનો જુવારનો રોટલો, રીંગણાનો ઓળો, ભાજી, દાળભાત અને ગાયનાં દૂધની છાશ એમ ગિરનારી ભોજન પસંદ છે. અેટલે તેમના માટે એજ મેનુ તૈયાર થશે. ભોજન બાદ તેઓ અહીંજ આરામ કરશે. અને પછી કાર્યક્રમનાં સ્થળે જશે. આથી બંને મહાનુભાવો માટેનાં રૂમો પણ આશ્રમમાંજ તૈયાર કરાયા છે. કલેક્ટર અને એસપીએ તેની વિઝીટ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો