તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ શહેરની આર.જે. કનેરીયા હાઇસ્કુલમાં કાનુની શિબીર યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | આર.જે.કનેરીયા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા ધો.9 થી 12 ની વિદ્યાર્થીનીઓ માટે કાનુની શિક્ષણ શિબિરનુ આયોજન કરાયુ હતુ. જેમાં સીવીલ જજ એ.પી.કડિવાર, યુ.જી.પઠાણ અને વકિલ આર.ડી.ઠાકરે સ્ત્રીઓ તથા બાળકોના અધિકારો, કાનુની સેવા તેમજ શિક્ષણના અધિકારો અંગે સરળ ભાષામા વિસ્તૃત ચર્ચા કરી હતી. શાળાની 800 વિદ્યાર્થીનીઓએ રાઇટ ટુ એજ્યુકેશન અંગે માહિતી મેળવી હતી. આ તકે સંસ્થાના પ્રમુખ મોહનભાઇ પટેલે આચાર્ય અને સ્ટાફને બિરદાવ્યા હતા. કાર્યક્રમનુ સંચાલન પી.ટી.આઇ.રસિકભાઇ કનેરીયાએ કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...