તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રીક્ષાએ બાઇકને ઠોકર મારતા યુવાનને ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના દોલતપરા નજીક યુવાન બાઇક લઇને જઇ રહ્યો હતો તે દરમિયાન રીક્ષા ચાલકે રોંગ સાઇડમાં રીક્ષા ચલાવી બાઇકને ઠોકર મારતા યુવાનને ઇજા પહોંચી હતી. બાટવા રહેતા પ્રતિકભાઇ કિશનભાઇ રૂપારેલીયા પોતાનું બાઇક લઇ શહેરના દોલતપરા નજીકથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન એક અજાણ્યા રીક્ષા નંબર જીજે 4 યુ 6656ના ચાલકે પ્રતિકભાઇના બાઇકને ઠોકર મારતા ઇજા પહોંચી હતી અને આ અકસ્માત અંગે પ્રતિકભાઇએ અજાણ્યા રીક્ષા ચાલક વિરૂધ્ધ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...