તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રીક્ષામાં સાગ્રીતોને મોકલી અપહરણ કરાવ્યું અને ચોટીલા લઇ જઇ મો કાળું કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાં વંથલી રોડ પર ગોપાલધામ સોસાયટીમાં છેલ્લા આઠેક માસથી પતિ-બાળકો સાથે ભાડે રહેતી એક 25 વર્ષીય પરિણીતા પર તેની બાજુમાંજ ભાડેથી રહેતા ઇકબાલ સુલેમાન, ભુરો ઉર્ફે વસંત અને ભયલુ રીક્ષાવાળા સામે સી ડિવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં જણાવાયું છે કે, ઇકબાલ પોતાને 15 દિવસથી પોતાની સાથે ભાગી જવા દબાણ કરતો હતો. અને જો તેની સાથે ન આવે તો તારા બાળકોને મારી નાંખીશ એવી ધમકી પણ આપતો. ઇકબાલના મિત્રો ભુરો ઉર્ફે વસંત અને ભયલુ તેને ઘેર આવ્યા હતા. અને રીક્ષામાં બેસી જવા કહ્યું હતું. ઇકબાલના ડરથી પરિણીતા રીક્ષામાં બેસી ગઇ હતી. બંને તેને રેલ્વે સ્ટેશને લઇ ગયા હતા. જ્યાં ઇકબાલ ટિકીટ સાથે ઉભો હતો. ત્રણેયે ધમકી આપી પરિણીતાને ટ્રેનમાં બેસાડી દીધી. ભુરો પણ તેની સાથે ટ્રેનમાં ચઢ્યો. રાજકોટ સ્ટેશને ઉતરી પરિણીતાને મીનીબસમાં ચોટીલા લઇ ગયા હતા. ત્યાં ગેસ્ટ હાઉસમાં બે રૂમ ભાડે રાખી એકમાં ભુરો અને બીજામાં ઇકબાલે પરિણીતાને પોતાની સાથે રાખી રાત્રે બે વખત અને બીજા દિવસે પણ રાત્રે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાંથી તેને દિવ લઇ જઇ ફરી પાછા ચોટીલા આવ્યા હતા. ફરી ગેસ્ટ હાઉસમાં તેના પર દુષ્કર્મ કર્યું હતું. મને મારા બાળકોની ખુબજ યાદ અાવે છે કહી રડવા લાગતાં ઇકબાલે તેની પાસેથી રૂ. 10 હજાર રોકડ, રૂ. 30 હજારનો સોનાનો ચેઇન, મોબાઇલ લઇ લીધો અને બાઇકોને લઇને પાછી આવી જા નહીંતર બાળકોને મારી નાંખીશ એવી ધમકી આપી જૂનાગઢ જવા દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...