તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રીક્ષા ચાલકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી સળગાવી દેવાની ધમકી આપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાં દોલતપરામાં રહેતી એક હિન્દુ સગીરાને એક મુસ્લિમ રીક્ષા ચાલકે પ્રેમજાળમાં ફસાવી હતી. અને બે વખત ભગાડી જઇ તેના પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી. બાદમાં જો ફરિયાદ કરશો તો સગીરા અને તેની માતાને સળગાવી દેવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢનાં દોલતપરામાં રહેતી એક હિન્દુ સગીરા 6 માસ પહેલાં તેના પરિવાર સાથે અગાઉ પ્રદિપ ટોકીઝ પાસે કાળવાના કાંઠે રહેતી હતી એ વખતે તેને દોલતપરામાં રહેતો કાજી શબ્બીર નામના રીક્ષા ચલાવતા શખ્સે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરા પોતાને ઘેર એકલી હતી ત્યારે તેને મળવા જતો. બાદમાં તેને લગ્નની લાલચ આપીને તે બે વખત ઘેરથી ભગાડી ગયો હતો. અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આથી સગીરાને ગર્ભ રહી ગયો હતો. આ વાતની ખબર પડતાં કાજી શબ્બીરે સગીરાને અને તેની માતાને એવી ધમકી આપી હતી કે, જો તમે પોલીસમાં ફરીયાદ કરશો તો તમને બંનેને સળગાવી દેશું. આથી સગીરાની માતાએ એ ડિવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. બનાવની તપાસ પીઆઇ એમ. એ. વાળા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...