તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવિધ 17 જેટલા પ્રશ્નોને લઇને મહેસુલી કર્મીઓ 9 ડિસેમ્બરથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિવિધ 17 જેટલા પ્રશ્નોને લઇને મહેસુલી કર્મીઓ 9 ડિસેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. આ હડતાળ 5 દિવસ પછી પણ યથાવત રહેવા પામી છે. જૂનાગઢ જિલ્લાના 300થી વધુ ત્રીજા વર્ગના મહેસુલી કર્મચારીઓ હડતાળ પર છે. આ હડતાળના કારણે ખાસ કરીને ઇ - ધરામાં ખેડૂતોની પ્રોપર્ટીમાં ફેરફાર, રેશન કાર્ડમાં ફેરફાર, વિધવા સહાય, જનસેવા કેન્દ્રમાં જાતિ પ્રમાણપત્ર, ક્રિમીલીયર સર્ટિ, આવકના દાખલા સહિતની કામગીરી પ્રભાવિત થઇ રહી છે. મહેસુલી કર્મીઓની હડતાળના કારણે અરજદારોને વિવિધ કામગીરી માટે ધક્કા થઇ રહ્યા છે. દરમિયાન જૂનાગઢ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ વર્ગ - 3ના નેજા હેઠળ ચાલતી હડતાળના 5 દિવસ પૂરા થયા છે અને હજુ હડતાળ થયાવત રહી છે. જ્યાં સુધી 17 મુદ્દાઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી હડતાળ જારી રાખવાનો જૂનાગઢ જિલ્લા ત્રીજા વર્ગના મહેસુલી કર્મચારી મંડળે નિર્ધાર વ્યકત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...