તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવૃત્તિ ચાલુ, ભરતી બંધના કારણે એસટી કર્મીઓ પર કામનું ભારણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એસટી કર્મચારી વિભાગીય મંડળના પૂર્વ જનરલ સેક્રેટરી અને મહામંડળના કાર્યકારી પ્રમુખ, ઉપપ્રમુખ અરવિંદભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે એસટી કર્મીઓ રાત - દિવસ ટાઢ, તડકો, વરસાદ જોયા વિના ફરજ બજાવી અડધી જીંદગી પસાર કરી નાંખે છે છતાં નિવૃત્તિ સમયે તેને પેન્શન મળતું નથી. જયારે માત્ર 5 વર્ષ ચૂંટાયેલા પ્રતિનિધીઓને જીવનભર પેન્શન આપવામાં આવે છે! ત્યારે નિયમ બધા માટે એક સરખા હોવા જોઇએ.એસટી કર્મી ખોટ કરતી હોવાનું બહાનું બતાવી સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવતું નથી ત્યારે ભૂતકાળમાં પણ ખોટ કરવા છતાં છઠ્ઠું પગાર પંચ તો આપવામાં આવ્યું છે. એક તરફ ભરતી બંધ છે બીજી તરફ કર્મીઅો નિવૃત્તિ થાય છે જેથી કર્મીઓ પર કામનું ભારણ વધી જાય છે. ત્યારે આ મામલે પણ યોગ્ય કરવાની માંગ છે. ઉપરાંત નો વર્ક નો પે નો નિયમ છે તો વિધાનસભા કે સંસદમાં હોબાળો મચાવનાર અને કામગીરી સ્થગિત કરાવનાર સામે પણ આ નિયમ લાગુ કરવો જોઇએ તેમ અરવિંદભાઇ દેસાઇએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો