તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગિરીરાજ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ 28 રેંકડી હટાવાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢની ગિરીરાજ સોસાયટી વિસ્તારમાં આવેલી ખાનગી સ્કૂલ પાસે રેંકડી વાળાઓના જમેલાના કારણે માથાના દુ:ખાવા રૂપ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. આ શાકભાજીની રેંકડીઓ પર ખરીદી માટે આવતા લોકોને કારણે ભીડ વધી જતા સ્કૂલ વાહનો તેમજ સાઇકલ લઇ સ્કૂલે આવતા વિદ્યાર્થીઓેને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ અંગે અનેક રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ કોઇ કારણોસર રેંકડીઓ દૂર કરાવવામાં આવતી ન હતી. દરમીયાન આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરે પ્રસિદ્ધ કર્યો હતો. આ અહેવાલના પગલે મનપાની દબાણ શાખાના અધિકારી ભરત ડોડીયા અને ટીમે જઇ તમામ 28 રેંકડીઓને સ્કૂલ નજીકથી દૂર કરાવી હતી.

 ઇમ્પેકટ
અન્ય સમાચારો પણ છે...