તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેશકદમી દૂર કરાવી ન્યાય અપાવો નહિતર ઇચ્છા મૃત્યુની પરવાનગી આપો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભૂમાફિયાના ત્રાસથી કંટાળેલા કરિયા ગામના નાગરિકે ન્યાય અપાવવા અથવા ઇચ્છા મૃત્યુુની પરવાનગી આપવા માંગ કરી છે. આ અંગે જિલ્લા કલેકટર, એસપી વગેરેને સંબોધીને અપાયેલા આવેદનમાં ભેંસાણ તાલુકાના કરિયા ગામના ચંદ્રેશભાઇ ધડુકે જણાવ્યું હતું કે, છોડવડી ગામે મારી જમીન આવેલી છે જેના પર ખાનગી શાળા બનાવવાની હતી. જોકે આ જમીન ભૂમાફિયાઓઅે પચાવી
પાડી છે.

આ પ્રકરણ પાંચ વર્ષથી ચાલે છે, 8 વખત કેસ કર્યો છે, છત્તાં સરકારી અધિકારીઅોના આંખ મિચામણાથી જમીન પરની પેશકદમી દૂર થતી નથી. ત્યારે આ મામલે કાંતો તંત્ર પેશકદમી દૂર કરાવી ન્યાય અપાવે અથવા ઇચ્છા મૃત્યુની પરવાનગી આપે તેવી ચંદ્રેશભાઇ ધડૂકે માંગ કરી છે.

ત્રાસનો ભોગ બનનારની તંત્રને આવેદન સાથે માંગ

ખાનગી શાળા બનાવવાની જમીન ભૂ માફિયાએ પચાવી પાડી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો