રજીસ્ટ્રેશન કરાવ્યું, મેસેજ ન આવતા મગફળી ન સ્વિકારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતીના વી.ટી. સીડાએ જણાવ્યું હતું કે, વંથલીમાં 25 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચવા માટે અોનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે તેમ છત્તાં આ ખેડૂતોને મેસેજ આવ્યો ન હતો. જ્યારે ખેડૂતો મગફળી વેંચવા ગયા ત્યારે ખરીદી સેન્ટરના સંચાલકે મગફળી સ્વિકારવાનો ઇન્કાર કરી દીધો હતો. આ રીતે 25 ખેડૂતોને તેના હક્કથી વંચિત રાખી દેવામાં આવ્યા છે. આમ, માત્ર મેસેજ ન મળવાના વાંકે ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેંચી ન શકયા. જો મેસેજ ના મળેતો ટેલીફોનિક પણ જાણ કરવી જોઇએ. કોઇ ટેકનીકલ ક્ષતિના કારણે મેસેજ ના મળે તો તેમાં ખેડૂતોનો શું વાંક ? આ મામલે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ જિલ્લા પુરવઠા અધિકારીને લેખીતમાં રજૂઆત કરી 25 ખેડૂતોને ન્યાય આપવા માંગ કરી છે.

25 ખેડૂતોને અન્યાય કરાયાનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...