તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિકેનીકલ ડીઝલ ટ્રેડ, સહિતની જગ્યા માટે એપ્રેન્ટીસની ભરતી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ દ્વારા એપ્રેન્ટીસથી ભરતી કરવામાં આવશે. જૂનાગઢ વિભાગ હેઠળની વિભાગીય યંત્રાલય, વિભાગીય કચેરી તથા વિભાગ હેઠળના જૂનાગઢ, પોરબંદર, બાંટવા, વેરાવળ, ઉપલેટા, કેશોદ, ધોરાજી, માંગરોળ તથા જેતપુર ડેપોમાં પાસા ટ્રેડ, મીકેનિકલ ડીઝલ ટ્રેડ, મીકેનિકલ વીહીકલ ટ્રેડની જગ્યા માટે એપ્રેન્ટીસની ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતીમાં પાસા ટ્રેડ માટે આઇટીઆઇમાં કોપા ટ્રેડ એનસીવીટી સર્ટીફિકેટ સાથે પાસ તેમજ અન્ય ટ્રેડ એનસીવીટી, જીસીવીટી સર્ટીફિકેટ સાથે આઇટીઆઇ પાસ હોય તેવી લાયકાત ધરાવતા ઉમેદવારોએ આગામી તા.23 માર્ચથી તા.27 માર્ચ સુધી સવારે 11 થી બપોરે 2 કલાક દરમિયાન અરજી પત્રક વિભાગીય કચેરી, મોતીબાગ એસટી ખાતે સંપુર્ણ પ્રમાણપત્ર અને ડોક્યુમેન્ટ સાથે રૂબરૂમાં પરત જમા કરી આપવા તથા વધુ માહિતી માટે વિભાગીય કચેરી એસટી જૂનાગઢનો સંપર્ક સાધવા અનુરોધ
કરાયો છે.

23 થી 27 માર્ચ સુધી કચેરી ખાતે હાજર રહેવું

અન્ય સમાચારો પણ છે...