તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિયલ મેડ્રિડે માન્ચેસ્ટર સિટીના 19 વર્ષના ડિયાજ સાથે કરાર કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ માનચેસ્ટર સિટીના મિડફિલ્ડર બ્રાહિમ ડિયાજ સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડ સાથે જોડાઇ ગયો છે. બે દિવસ પહેલા 19 વર્ષના ડિયાજે રિયલ મેડ્રિડ સાથે જોડાવાના સમાચાર આવ્યા હતા. તેણે સોમવારે રિયલ સાથે 6 વર્ષ માટે કરાર કર્યો છે. તેનો કરાર 136 કરોડનો છે. હવે તે જુલ 2025 સુધી રિયલ મેડ્રિડ માટે રમશે. સ્પેનના ડિયાજ માનચેસ્ટર સિટીના મુખ્ય ખેલાડી ન હતો. તે 2016માં સિટી સાથે જોડાયો હતો. પણ તેને માત્ર 14 મેચ જ રમવાની તક મળી હતી. તે ઇપીએલમાં સિટી તરફથી માત્ર 5 મેચમાં રમ્યો. તે પણ સબ્સ્ટિટ્યુટ તરીકે રમ્યો. ડિયાજે છેલ્લી મેચ 18 ડિસેમ્બરના રોજ કારબાઓ કપમાં ક્વાર્ટર ફાઇનલ મેચ રમી હતી.

અન્ય સમાચારો પણ છે...