તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રવિ પાક |જીરૂની કાપણી સમયે મણના રૂ.2,250 થી 2500 રહેવાની સંભાવના

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જીરૂ ભારતમાં રવિ પાક તરીકે મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં ઉગાડવામાં આવે છે. જીરાનો સૌથી મોટો ઉત્પાદક અને વપરાશકાર દેશ પણ ભારત છે. સમગ્ર વિશ્વમાં મસાલા તરીકે તેની નોંધપાત્ર માંગ છે કે, જ્યાં ખાસ કરીને મસાલાવાળા ખોરાકને પસંદ કરવામાં આવે છે. ચાલુ વર્ષે એપ્રિલ થી ડિસેમ્બર 2019 સુધીમાં આશરે 1.69 લાખ ટન જીરાની નિકાલ થયેલ છે. નિકાસ અને સ્થાનિક માંગમાં નોંધપાત્ર સુધારો થવાનાં લીધે ગુજરાતમાં જીરૂના ભાવ માર્ચ 2018માં મણના રૂ.2,800ની આસપાસ હતાં. જે થોડા વધીને માર્ચ 2019માં મણનાં રૂ. 3 હજાર અને ત્યારબાદ વધીને ઓગસ્ટ 2019માં મણના રૂ.3,100 જેટલા થયા છે. ચાલુ વર્ષે દેશમાં જીરાનું ઉત્પાદન 6.5 લાખ ટનથી પણ વધારે થવાની ધારણા છે. જે સ્થાનિક વપરાશ અને નિકાસની માંગને પહોંચી વળવા માટેની જરૂર કરતા વધારે છે. ગયા વર્ષનો બીન વપરાશી જથ્થો પણ વધુ હોઇ શકે છે, ત્યારે જીરાના ભાવ ચાલુ વર્ષે નીચા રહે તેવી શક્યતા છે. હાલ રાજ્યની વિવિધ બજારોમાં જીરૂના મણના ભાવ રૂ.2,400ની આસપાસ છે. ઉત્પાદન, નિકાસ અને વપરાશના અહેવાલને ધ્યાને લઇ કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની સંશોધન ટીમે ઐતિહાસિક માસિક ભાવોનું વિશ્લેષણ કરી તારણ કાઢ્યુ છે કે જીરૂનો ભાવ માર્ચ-એપ્રિલ 2020 દરમિયાન કાપણી સમયે રૂ.2,250 થી 2,500 જેટલા રહેવાની સંભાવના છે. જેથી ખેડૂતો જીરાનો સંગ્રહ ન કરતા કાપણી બાદ તરત જ વેંચવાનો નિર્ણય કરી શકે છે.

હાલ કોરોના વાયરસની સમસ્યાને કારણે વૈશ્વિક વેપારમાં મોટા પાયે ઘટાડો થઇ શકે છે. જેથી જીરાના ભાવ વધુ નીચે જઇ શકે છે.

કોરોના વાયરસના લીધે વૈશ્વિક વેપારમાં મોટાપાયે ઘટાડો થવાનું અનુમાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો