તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ-દુર્ગાવાહિની દ્વારા શોભાયાત્રામાં રામલલ્લાની પુજા કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : જૂનાગઢમાં રામનવમી નિમિત્તે યોજાયેલ વિશાળ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ-માતૃશક્તિ-દુર્ગાવાહિની દ્વારા મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામજીની પુજા અર્ચન અને આરતી કરવામાં આવી હતી તેમજ શોભાયાત્રામાં જોડાયા હતાં. આ તકે માતૃશક્તિ દુર્ગાવાહિનીના જિલ્લા સંયોજીકા ડો.જાગૃતિ જાદવ, મહાનગર સંયોજીકા ઇન્દુબેન ગોહિલ, પુજાબેન કારીયા, વિણાબેન પંડ્યા, જુહીબેન જોશી, હેમલતાબેન ગોઠી, જશુબેન જેઠવા, પ્રિતીબેન જોશી વગેરે કાર્યકરો બહેનો હાજર રહ્યાં હતાં.

જૂનાગઢમાં જલારામ બાપાના મંદિરના નવિનીકરણનું ખાતમુહૂર્ત કરાયું
જૂનાગઢ : શહેરના પોસ્ટ ઓફિસ રોડ પર આવેલ જલારામ બાપા તેમજ વિરબાઇ માં ના મંદિરનું નવીનીકરણ કરવા માટેની કામગીરીનું ખાતમુહૂર્ત રામનવમીના શુભ દિવસે કરવામાં આવ્યું હતું. મંદિરના પ્રમુખ મહેન્દ્ર મશરૂના હસ્તે શાસ્ત્રોકત વિધીથી ખાતમુહૂર્ત કરાયું હતું. આ તકે જશુભાઇ ઉનડકટ, નંદલાલ ચોલેરા, રમેશ પરપડા, પંકજ પલાણ, સુરેશ દત્તા,ગિરીશ મશરૂ, અશ્વિન મણીયાર,અજય જોબનપુત્રા, શૈલેષ પારેખ, રાજૂ ભોજાણી, દીપક રૂપારેલીયા, નિતીન તન્ના, ભુપેન મુળીયા, ગિરીશ આડતીયા,પંકજ ભટેચા સહિતના અનેક જ્ઞાતિ અગ્રણીઓની ઉપસ્થિતી રહી હતી.

જૂનાગઢ ખાતે યોજાયેલ સુવર્ણપ્રાશન કેમ્પમાં 430 બાળકોએ ભાગ લીધો
જૂનાગઢ : જૂનાગઢ ખાતે યોજાયેલ સુવર્ણપ્રાશ કેમ્પમાં શહેરના 430 જેટલા બાળકોને ટીપા પીવડાવવામાં આવ્યાં હતાં. સુવર્ણપ્રાશ સંપુર્ણ આયુર્વેિક ઔષધિ છે જેનાથી બાળકોની યાદશક્તિ તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

ભારતમાતા મંદિર ત્રી-દિવસીય નુતન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
જૂનાગઢ : જૂનાગઢ ખાતે ભારતમાતા મંદીર ત્રિ-દિવસીય નુતન મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આગામી તા.17 નાં રોજ સવારે 7:30 કલાકે હેમાદ્રી શ્રવણ, 9 કલાકે ગણપતી પુજ, 10 કલાકે શોભાયાત્રા-જલયાત્રા, 12:30 કલાકે નુતન મંદિર પ્રસાદ વાસ્તુ, સાંજે 6:30 કલાકે સાયં આરતી, તા.18 નાં રોજ સવારે 7:30 કલાકે સૂર્યોદય, બપોરે 11:30 કલાકે ધાન્યાધિવાસ, 2:30 કલાકે ફળ,ફળાદી,વાસ પ્રધાન હોમ, સહિતના કાર્યક્રમો યોજાશે.

ચોટીલા ખાતે વડુકુળ પરિવાર દ્વારા ધ્વજારોહણ, સ્નેહ મિલન યોજાશે
જૂનાગઢ : ચોટીલા ખાતે ચામુંડા માતાજીના મંદિર ખાતે સમસ્ત વડુકુળ પરીવાર દ્વારા ધ્વજા આરોહણ અને સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. વકુડુળ પરીવારના તમામ લોકોએ તા.16 એપ્રિલને બપોરના 4 વાગ્યા પછી ચામુંડા અતિથી ગૃહ ચોટીલા ખાતે પહોંચી જવા સુરેશભાઇ અને પ્રવિણભાઇએ જણાવ્યું છે. જેમાં તા.17ને સવારે 6 કલાકે ધ્વજા પ્રસ્થાન, 11 વાગ્યે સ્નેહ મિલન કાર્યક્રમ બાદ બપોરે 12:30 કલાકે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.

જૂનાગઢમાં ગિરનાર દરવાજા સ્થિત ગાયત્રી માતાજીનો હવન યોજાશે
જૂનાગઢ | જૂનાગઢ શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા આગામી તા.17 નાં રોજ સાંજે 4 કલાકે ગાયત્રી માતાજીનાં હવનનું આયોજન ગીરનાર દરવાજા સ્થિત ગાયત્રી માતાના મંદિર ખાતે કરાયું છે. જેમાં સાંજે 5:30 કલાકે બિડુ હોમાશે. આ તકે સેેવાભાવી સંસ્થા તથા માયભક્તોએ ઉપસ્થિત રહેવા ચંદ્રકાંતભાઇ જોશી, મનસુખભાઇ વાજા, વર્ષાબેન બોરીચાંગરે અનુરોધ કર્યો છે.

જૂનાગઢ ખાતે વાણંદ સમાજ દ્વારા લીમ્બચ માતાજીનો હવન યોજાયો
જૂનાગઢ : જૂનાગઢ ખાતે સમસ્ત વાણંદ સમાજના કુળદેવી લીમ્બચ માતાજીના હવનનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધુમ પૂર્વક કરાયું હતું. જેમાં સમસ્ત સમાજ સહ પરિવાર સામેલ થયો હતો. આયોજનને સફળ બનાવવા સમાજના તમામ કાર્યકરો, સેન યુવા મંડળના કાર્યકરો તેમજ સેવક બટુકભાઇ ગોહિલે જહેમત ઉઠાવી હતી.

સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા ઓપન જૂનાગઢ મહેંદી સ્પર્ધા યોજાશે
સમસ્ત બ્રહ્મસમાજ, મહિલા મંડળ દ્વારા સંસ્થાના સ્થાપના દીન નિમિત્તે સાંસકૃત્તિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મંડળના તમામ બહેનો અને બાળકો ભાગ લઇ શકશે. આ ઉપરાંત ઓપન જૂનાગઢ મહેંદી સ્પર્ધા રાખવામાં આવી છે જેમાં 10 થી 20 અને 20 થી વધુ ઉંમરની બહેનો ભાગ લઇ શકશે. વધુ માહિતી માટે મંત્રી જીજ્ઞાબેન દેશાઇનો 8980034600 અને પ્રમુખ રૂપલબેન લખલાણીનો 9427502020સંપર્ક કરવા જણાવાયું છે.

સ્કુલની 484 છાત્રાને ભોજન બિલ સહાયની 58.8 લાખ રકમ જમા કરાવી
જૂનાગઢ : ગુજરાત સરકાર આર્થિક રીતે બિન અનામત વર્ગની બહેનો હોસ્ટેલમાં રહી ધો.9 થી 12માં અભ્યાસ કરતી હોય તેવી બાળાઓને તેમના ભોજન બિલમાં માસીક 1200 રૂપિયા સહાય આપવામાં આવે છે. જૂનાગઢની આર.જે.કનેરીયા ગર્લ્સ હાઇસ્કુલમાં ધો.9 થી 12 સુધીમાં અભ્યાસ કરતી 484 છાત્રાઓને ભોજન બીલ સહાયની 58.8 લાખ રૂપિયા રકમ તેમના ખાતામાં જમા કરાવી છે. તે બદલ પ્રમુખ મોહનભાઇ પટેલ, પ્રિન્સીપાલ ગીરીશભાઇએ આ કામગીરીને બિરદાવી હતી.

ધોરણ 10 પછી શું ? ફ્રી કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું
જૂનાગઢ : દરેક વાલીઓને પોતાના સંતાનોને ધો.10 પછી શું ω કરાવવું તેવો પ્રશ્ન ઉદભવતો હોય છે ત્યારે તાજેતરમાં આ વિષય પર ફ્રિ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન ભાગ્યોદય વિદ્યા મંદીર, વડોદર, તા.ધોરાજી દ્વારા કરાયું હતું. જે અંતર્ગત પ્રો.અજય સી.ટીટાએ ઉપસ્થીત સૌને માર્ગદર્શન પાઠવ્યું હતું. સેમિનારનાં અંતે પ્રમુખ ગોપાલભાઇ નારીયા દ્વારા મોમેન્ટો આપી વક્તાઓનો આભાર મનાયો હતો. આભારવિધી કિરીટભાઇ ચાંદેગરાએ કરી હતી.

અલખ યુવા પોઝિટીવ ગૃપ ગોસ્વામી પરિવાર દ્વારા સમુહ ટિફીન ભોજન
જૂનાગઢ : ગુજરાતમાં સૌપ્રથમ જૂનાગઢ ખાતે અલખ યુવા પોઝિટીવ ગૃપ દશનામ ગૌસ્વામી પરિવાર દ્વારા સમુહ ટિફીન ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભવનાથ સ્થિત ઇન્દ્રભારતી બાપુના ગેઇટ નજીક આવેલ વડવાળાની જગ્યામાં યોજાયો હતો. આ તકે 120 લોકો પોત પોતાનું ટિફીન લઇને આવેલ અને વન ભોજન - સમુહ જ્ઞાતિ ભોજનનો લાભ લીધો હતો. બાદમાં જયેશગીરી, વિનોદભારથી,પિયુષગિરી, હરેશગિરી ,કમલેશભારથી દ્વારા સંતોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...