તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ | શ્યામ સહિતની ત્રિપુટી સામે અપહરણ સહિતની કલમ હેઠળ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | શ્યામ સહિતની ત્રિપુટી સામે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયાની ગણતરીની કલાકો બાદ જ મધરાતે સ્કોર્પિયોમાં ધસી ગયેલા 10 શખ્સે હોસ્પિટલ તેમજ શ્યામના ઘરમાં તોડફોડ કરતા દેકારો મચી ગયો હતો. બીજીબાજુ શ્યામ સહિતની બેલડી બે દિવસના રિમાન્ડ પર પોલીસને સોંપાઇ હતી. છેલ્લા 23 દિવસથી મયૂરનો પત્તો નહીં લાગતા પ્રાંસલીના તળશીભાઇ ગોવિંદભાઇ જાદવે (ઉ.વ.42) ફરિયાદ નોંધાવતા બી.ડિવિઝન પોલીસે શ્યામ સહિતની ત્રિપુટી સામે અપહરણનો ગુનો નોંધી રવિવારે સાંજે શ્યામ રાજાણી અને રાહુલ પઢિયારની ધરપકડ કરી હતી.

દરમિયાન રવિવારે મધરાતે એક સ્કોર્પિયો કાર લાઇફ કેર હોસ્પિટલે ધસી ગઇ હતી અને ધોકાધારી શખ્સોઅે આડેધડ ધોકા ફેરવી હોસ્પિટલના કાચ તેમજ સીસીટીવી કેમેરા ફોડી નાખ્યા હતા. હોસ્પિટલે ધમાલ મચાવ્યા બાદ સ્કોર્પિયોમાં બેસી તમામ શખ્સો લાલપરી તળાવ નજીક રહેતા આરોપી રાજુના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં પણ તોડફોડ કરી બઘડાટી બોલાવી હતી. ધમાલ અંગે શ્યામના પિતા હેમંત દામોદર રાજાણીએ ફરિયાદ નોંધાવતા બી.ડિવિઝન પોલીસે કાર નંબર પરથી આરોપીઓની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા. શ્યામ રાજાણી અને રાહુલ પઢિયારને પીએસઆઇ જેબલિયા સહિતના સ્ટાફે સોમવારે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બંને આરોપીને બે દિવસના રિમાન્ડ પર પોલીસ હવાલે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...