તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |પરજિયા પટ્ટણી સોની આંબળાશ ગીરવાળા હાલ રાજકોટ સોની મનસુખલાલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ |પરજિયા પટ્ટણી સોની આંબળાશ ગીરવાળા હાલ રાજકોટ સોની મનસુખલાલ ભીમજીભાઇ ધાનક (ઉ.વ.68)તે રમણીકભાઇના મોટાભાઇ, જેશીકા બેન, સોનલબેન, સ્વ.ઇલાબેન, વિમલભાઇ, ધારાબેનના પિતા અને ખુશ્બુબેન, ચાંદનીબેન, ગોપીબેન, દીપભાઇના બાપુજી અને સ્વ.વશરામ ભાણજી ધકાણના જમાઇનું તા. 25ના અવસાન થયું છે.

ચંદ્રિકાબેન રજનીકાંત શિંગાળા (ઉ.વ.78)તે પરેશભાઇ, નયન ભાઇના માતા, પ્રેમજી ત્રિકમજી તન્નાના દીકરી, નાનાલાલ, અરવિંદભાઇના બહેનનું અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 28ને ગુરુવારના રોજ સાંજે 5 થી 6 કલાકે , પંચનાથ મહાદેવ મંદિર રાજકોટમાં પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

બ્રહ્મક્ષત્રિય સ્વ.ભાયદાસ મથુરાદાસ મણિયારના જમાઇ શાંતિ લાલ ત્રિભોવનદાસ બોસમિયા (ઉ.વ.87)નું મુંબઇ ખાતે તા. 21ના અવસાન થયું છેે.

ગુજરાતી શ્રીગૌડ માળવિય બ્રાહ્મણ મૂળ કોટડાસાંગાણી હાલ રાજકોટ સ્વ.નવલશંકર ત્રિભુવન ભટ્ટના પુત્ર રમેશચંદ્ર (ઉ.વ.60)તે સ્વ.કાંતિલાલ, સ્વ.પ્રતાપભાઇ, સ્વ.સુરેશભાઇના નાનાભાઇ, પ્રજ્ઞેશભાઇ, આરતીબેન હિરેનભાઇ દવેના પિતા અને રમેશભાઇ, અરવિંદભાઇ (ભંડારીયા)ના બનેવીનું તા. 25ના અવસાન થયું છે. સદ્દગતનું બન્ને પક્ષનું ઉઠમણું-બેસણું તા. 28ને ગુરુવારના રોજ સાંજે 4થી 6 કલાકે,ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી શેરી નં-10માં, રાજકોટ ખાતે રાખેલ છે.

ભાડેર |વાઘેલા નિવાસી વાળંદ કાંતિલાલ ગોકળભાઇ હિરાણી તે રાજેશભાઇ, સુરેશભાઇના પિતાનું તા. 25ના અવસાન થયું છે.

જેતપુર |બામણવાડા નિવાસી કરશનભાઇ ગીગાભાઇ ચોચા તે ડો.આર.કે.ચોચા, નરેન્દ્રભાઇ (મનપા જૂનાગઢ), ડો.ડી.કે.ચોચા, મહેન્દ્રભાઇના પિતા તા. 24ના અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા. 26ના સાંજે 4 થી 6 અોમકારેશ્વર મંદિર, જૂનાગઢ અને તા. 28ના સાંજે 4 થી 6, શામનાથ મહાદેવ મંદિર, દેસાઇવાડી, જેતપુરમાં રાખેલ છે.

ગોંડલ | સોરઠીયા શ્રીગોડ માળવીય બ્રાહ્મણ મૂળ ખારી ખીજડીયા હાલ ગોંડલ ગુણવંતીબેન પંડ્યા તે મનસુખલાલ ગોરધનદાસ પંડ્યાના પત્ની તથા ઋષિભાઈ, વીરેન, જીગ્નેશના માતા તથા મોણીયા નિવાસી સ્વ. કેશવલાલ જાદવજી ભટ્ટ ના પુત્રી તેમજ ભુપતભાઈ, જગદીશભાઈ, નટુભાઈના બહેનનું તારીખ 25ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા 28ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, તેમના નિવાસસ્થાન, શેરી નંબર 4, સ્ટેશન પ્લોટ, ગોંડલમાં રાખેલ છે.

જામનગર |મુળ જામવંથલી, હાલ જામનગર ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ કિશોરભાઇ હિરાલાલ મહેતા (ઉ.વ.62)નું તા. 24ના અવસાન થયું છે. બેસણું તા.28ને ગુરુવારના રોજ સાંજે 4 થી 4.30 વાગ્યે, લક્ષ્મીનારાયણ વાણંદ જ્ઞાતિની વાડી, પંચેશ્વર ટાવર, જામનગરમાં રાખેલ છે.

ગુંદરણ| રાવજોગી મનસુખનાથ દેવનાથ (ઉ. 72), તે સંજયનાથ અને ઇશ્વરનાથના પિતાનો તા. 19 ના અવસાન થયું છે.

વેરાવળ| ખોલીયા રાજીબેન મનજીભાઇ, તે કરશનભાઇ, છગનભાઇ, જાદવભાઇ અને મનસુખભાઇના માતાનું તા. 24 નાં રોજ અવસાન થયું છે. બેસણું તા. 28ને ગુરુવારના રોજ હરસિદ્ધ સોસાયટી, રામેશ્વર મંદિર, વેરાવળમાં રાખેલ છે.

પોરબંદર| લુક્કા હરિદાસ લીલાધર (મંડેરવાળા), તે વિઠ્ઠલ ભાઇ, લખુભાઇ, જગુભાઇ અને કનુભાઇના પિતા તેમજ મનુભાઇના કાકાનું તા. 23ને શનિવારના રોજ અવસાન થયું છે.

ઔદિચ્છ ઝાલાવાડી બ્રાહ્મણ જોષી યશવંતભાઇ કલ્યાણજીભાઇ (ઉ. 77), તે હિતેષભાઇ, ભારતીબેન વોરા, સ્વ. નિલેશભાઇ અને ક્રિષ્નાબેન ઠાકરના પિતાનું અવસાન થયું છે. તેમની ભાઇઓ તથા બહેનોની પ્રાર્થનાસભા તા. 28ને ગુરુવારના રોજ સાંજે 5 થી 6 કલાકે, ગોપનાથ મહાદેવ મંદિર, પોરબંદર ખાતે રાખેલ છે.

જૂનાગઢ| તન્ના ઇન્દ્રવદન ભગવાનદાસ (ઉ. 64), તે ચિરાગ અને માદ્રી પંચમતીયાના પીતા, પ્રમોદરાયના નાનાભાઇ, સ્વ. કૃષ્ણકાંત, સ્વ. ઇશ્વરલાલ અને મધુસુદન ભટેચાના બનેવીનું તા. 25નાં રોજ અવસાન થયું છે. સદ્દગતની સાદડી તા. 28ને ગુરુવારના રોજ સાંજે 4 થી 5 કલાકે, જાગનાથ મહાદેવ મંદિર, તળાવ દરવાજા, જૂનાગઢ ખાતે રાખેલ છે.

ધોરાજી| નિવાસી સ્વ.ભીમશી ભાઈ રાજશીભાઈ મારૂ(ઉ.વ 34)નું તા.24 ના અવસાન થયું છે.

માણાવદર| છત્રાળા મુક્તાબેન ગોવિંદભાઈ (ઉ.વ.75), તે સ્વ. ગોવિંદભાઈ માવજીભાઇ છત્રાળા (નિવૃત્ત આર્મીમેન) નાં પત્ની તેમજ લલિત ભાઇનાં ભાભીનું તા. 25 નાં રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 28ને ગુરુવારના રોજ સવારે 8 થી સાંજે 5 કલાકે, બાગ દરવાજા કોમ્યુનિટી હોલ, માણાવદર ખાતે રાખવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો