તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મગફળી મૂકીને ભાગી ગયેલા કૌભાંડકારો કે ખેડૂત નિવેદન દેવા નહીં આવે તો મંગળવારથી કાર્યવાહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણમાં ખાનગી પેઢી પાસેથી સસ્તા ભાવે મગફળી ખરીદી ટેકાના ભાવે વેચવાના કોભાંડનો દિવ્ય ભાસ્કરે પદાર્ફાશ કર્યા બાદ મગફળી અને ટ્રેક્ટર રેઢા મૂકીને ભાગી ગયેલા ખાનગી પેઢીના સંચાલકો કે ટ્રેક્ટરના માલિકની કોઈ ભાળ મળી નથી ત્યારે પ્રાંત અધિકારી એ.એચ. ચૌધરીએ જણાવ્યું હતું કે, હજુ સુધી આ ઘટના સંદર્ભે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સોમવારે પણ રજા છે ત્યારે ત્યાં સુધીમાં ખેડૂત, ખાનગી પેઢીના સંચાલકો કે ટ્રેક્ટરનો માલિક નિવેદન નોંધાવવા નહીં આવે તો મંગળવારથી કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

આ અંગે વધુમાં પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે, ટેકાના ભાવથી મગફળી ખરીદવામાં ગોલમાલ થઈ રહી છે કે કેમ તે અંગે ખેડૂત અને ખાનગી પેઢીના માલિકના નિવેદન બાદ જ સત્ય વિગત બહાર આવશે. બીજી બાજુ અંતરંગ સૂત્રો એવું જણાવી રહ્યા છે કે, ટેકાના ભાવની મગફળી ખરીદ કરવાની પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીના સાથ વિના કૌભાંડ કરવું અશક્ય છે. જો કે, હાલ રવિ-સોમ બે દિવસ રજા હોવાને કારણે તપાસ ઠપ થઈ ગઈ છે. પરંતુ, મંગળવારથી પ્રાંત અધિકારી ફરી તપાસનો ધમધમાટ શરૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...