તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાનગીકરણ અને આઉટસોર્સિંગ બંધ કરવા, પેન્શન, ખાલી જગ્યાઓ ભરવા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખાનગીકરણ અને આઉટસોર્સિંગ બંધ કરવા, પેન્શન, ખાલી જગ્યાઓ ભરવા સહિતની 15થી વધુ માગણીઓ મુદ્દે તારીખ 8 અને 9 જાન્યુઆરી બે દિવસ રાજકોટ સહિત દેશભરના પોસ્ટલ કર્મચારીઓ હડતાળ પાડવાના છે ત્યારે રાજકોટ ડિવિઝનના 800 જેટલા જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ મંગળ-બુધ હડતાળ પાડી કામગીરીથી અળગા રહેશે જેના પગલે ટપાલ વ્યવસ્થા, બેન્કિંગ વ્યવસ્થા સહિતની તમામ પોસ્ટલ કામગીરી ઠપ થઇ જશે. ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઈઝ યુનિયન હેઠળના તમામ કર્મચારીઓ આજથી બે દિવસ સુધી હડતાળ પાડી વિરોધ નોંધાવશે. રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં દરરોજ 2 હજારથી વધુ લોકો જુદા જુદા કામ અર્થે આવતા હોય છે, પરંતુ હડતાળને પગલે બે દિવસ સુધી કામગીરી બંધ રહેશે.

વિવિધ કર્મચારી સંગઠનોએ બે દિવસની હડતાળ જાહેર કરી છે તેમાં રાજકોટના બેંક યુનિયન પણ જોડાયું છે. તા.8ના સવારે પરાબજાર ખાતે દેખાવો યોજવામાં આવશે તેમજ રેલીમાં જોડાશે. બેંક યુનિયને જણાવ્યું છે કે, માત્ર રાજકોટના જ નહીં પણ સૌરાષ્ટ્ર-ગુજરાતના બેંક કર્મચારીઓ જોડાશે. જેને કારણે બેંકિંગની વિવિધ કામગીરીને પણ અસર પડશે.

અન્ય સમાચારો પણ છે...