Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રિમિયમ લઇ ખેડૂતોને વિમો ન ચૂકવનાર વિમા કંપની અંગે PMને કરાશે રજૂઆત
જૂનાગઢ ખાતે ખેડૂતોને દિવસે વિજળી આપવાની દિનકર યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય તેમના સંભવિત કાર્યક્રમને લઇ તંત્ર સજ્જ થઇ રહ્યું છે. દરમિયાન ખેડૂતોના પ્રશ્નોને લઇને પીએમને રજૂઆત કરવા સમય ફાળવવાની માંગ સાથે કિસાન ક્રાંતિ ટ્રસ્ટે જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે. આ અંગે કિશોરભાઇ પટોળીયાઅે જણાવ્યું છે કે, કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રદેશ મહામંત્રીએ કલેકટરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છેકે, જૂનાગઢ જિલ્લાના ખેડૂતો પાક વિમાથી વંચિત છે. ખેડૂતોએ પ્રિમીયમ ભર્યું હોવા છત્તાં વિમો આપવામાં આવ્યો નથી. આ ઉપરાંત જેતપુરના સાડી ઉદ્યોગના કેમીકલ યુકત પાણીથી ખેતીની જમીન બંજર બની રહી છે. જ્યારે મેંદરડા તાલુકાના અમરગઢ ગામમાં નિયમ મુજબ મળવા પાત્ર વિમો 91.54 ટકા હતો અને વિમા કંપનીએ માત્ર 1.48 ટકા પાક વિમો જાહેર કર્યો છે. આમ, પાક વિમામાં 90.06 ટકાનો ભ્રષ્ટાચાર થયો હોવાની બૂ આવી રહી છે. ત્યારે ખેડૂતોના આ પ્રશ્નોને લઇ પીએમને રજૂઆત કરવા માટે કિસાન ક્રાંતિ ટ્રસ્ટના રમણીકભાઇ જાની,ઘનશ્યામભાઇ મોરી, અશોકભાઇ પટેલ, મહેન્દ્રભાઇ પટેલ, કિશોરભાઇ પટોળીયા, જે.કે. પટેલ, રામદેવસિંહ રતુભા જાડેજા, પ્રવિણભાઇ પડારીયા, દશરથસિંહ ગોહિલ, પ્રવિણભાઇ પટોળીયા વગેેરે જનાર હોય તેમને યોગ્ય રજૂઆત માટે વડાપ્રધાનનો સમય ફાળવવા માંગ કરી છે.
કિસાન ક્રાંતિ ટ્રસ્ટે વડાપ્રધાનને મળવા સમય માંગ્યો