તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોસ્ટકાર્ડથી ઘેરબેઠા શિક્ષણ : શું ભણવું અે લખીને 1100 છાત્રોને ઘેર પોસ્ટ કર્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ વિશ્વ કોરોના સામે લડી રહયું છે. ત્યારે દરેક દેશે સાવચેતીનાં પગલારૂપે પોતાની ગાઇડ લાઇન બહાર પાડી છે. જે મુજબ ભારતમાં પણ આગામી 31 માર્ચ સુધી શાળા- કોલેજોને બંધ રાખવાનો આદેશ કરાયો છે. ત્યારે આટલા દિવસ બાળકોનું શિક્ષણ ન બગડે તે હેતુથી જૂનાગઢ જિલ્લાનાં માણાવદર ગામે ખાનગી શાળાનાં શિક્ષકોએ ગુજરાતી અને ઇંગ્લીશમાં પોસ્ટકાર્ડ લખી બાળકોને શું ભણાવવું તે અંગેની સમજણ અાપતો પત્ર લખ્યાં છે. જેમાં 1100 છાત્રોનાં ઘરે આ પોસ્ટ કરાયા છે.
માણાવદરમાં આવેલી પરિશ્રમ એકેડેમી દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. આજનાં ડિજીટલ યુગમાં કે જયારે પોસ્ટકાર્ડ માત્ર સરકારી થઇ ગયાં છે. ત્યારે ફરી પાછી આ પોસ્ટકાર્ડની યાદ શિક્ષણનાં માધ્યમથી તાજી કરાવી છે. શાળાનાં શિક્ષકો દ્વારા અભ્યાસ કરતાં 1100 છાત્રોને શું ભણાવવું તે અંગેની જાણકારી આપતો પત્ર તેમનાં ઘરે લખીને પોસ્ટ કરવામાં આવ્યો છે. આમ 31 માર્ચ સુધીની રજા છે તે દરમિયાન બાળકોનું શિક્ષણ ન બગડે તે હેતુથી આ કામ કરવામાં આવ્યું છે. જેથી બાળકોનાં વાલીઓ તેમના બાળકોને ઘર બેઠા ભણાવી શકે. આમ ઇંગ્લીશ મિડીયમનાં બાળકોને અંગ્રેજીમાં અને ગુજરાતી મિડીયમનાં બાળકોને ગુજરાતીમાં લખ્યાં છે.

કયાં દિવસે શું ભણવું તેની તમામ વિગત પોસ્ટકાર્ડમાં |પરીશ્રમ ગૃપનાં એજયુકેશન ડાયરેકટર જગદીશભાઇએ જણાવ્યું કે, હાલ શાળા બંધ હોવાને કારણે બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે થઇને શાળાનાં શિક્ષકો સાથે એક બેઠક કરી 31 માર્ચ સુધી કયારે શું ભણવું અને તે કયાં પેઇજ નંબર પર હશે તે તમામ વિગતો દર્શાવી વાલી પોસ્ટકાર્ડ વાંચી ઘરે ભણાવી શકે. તે રીતનાં તમામ વિગત સાથેનાં પોસ્ટકાર્ડ લખવામાં આવ્યાં છે.

લોઅર કેજી થી લઇને ધો.11નાં છાત્રોને ઘરે બેઠા ભણવાનું માર્ગદર્શન મળી રહે તે માટે આ તમામ છાત્રોને શાળા શિક્ષકો દ્વારા પોસ્ટકાર્ડ લખી શિક્ષણ અપાય છે.

શિક્ષકોએ લખ્યા પોસ્ટકાર્ડ, 1 થી 11નાં છાત્રોને માર્ગદર્શન
અન્ય સમાચારો પણ છે...