તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસાવદરમાં 57.78 લાખનાં દારૂ પર પોલીસે રોલર ફેરવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિસાવદરમાં 57.78 લાખની કિંમતના વિદેશી દારૂ પર પોલીસે રોલર ફેરવી તેનો નાશ કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ રેન્જ ડીઆઇજી મનીન્દર પ્રતાપસિંઘ પવાર, અેસપી સૌરભ સિંઘની સૂચનાથી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જુદા જુદા પોલીસ સ્ટેશન દ્વારા દારૂ પકડવામાં આવતો હોય છે અને બાદમાં કોર્ટના હુકમથી આ દારૂનો નાશ કરવામાં આવતો હોય છે. અગાઉ જૂનાગઢમાંથી આશરે એકાદ કરોડના દારૂનો નાશ કરાયો હતો. દરમિયાન વિસાવદર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017થી લઇને આજદિન સુધીના 2 વર્ષમાં કુલ 25 ગુન્હામાં કુલ 57,78,200નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. બાદમાં આ દારૂ નાશ કરવા અંગે કોર્ટમાંથી મંજૂરી મળતા જૂનાગઢ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વિસાવદરના પીઆઇ અેન.આર. પટેલ, પીએસઆઇ એસ.કે. માલમ, વિસાવદરના એસડીએમ તુષાર જોશી, નશાબંધી અધિક્ષક વગેરેની ઉપસ્થિતીમાં વિસાવદરના મંડોરીયા રોડ પર પડતર જમીનમાં રોલર ફેરવી આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો