તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશોદમાં ટેકાના ભાવે ખરીદાયેલી તુવેર રિજેક્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ માર્કેટીંગ યાર્ડમાં મગફળી બાદ નાફેડ દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હતી. જે પૂર્ણ પણ થઇ હોવાથી યાર્ડના શેડમાંથી માલ ટ્રક ભરીને ગોડાઉન સુધી પહોંચતો કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. જો કે 3 ટ્રકમાં અનેક કટાઓમાંથી નબળી તુવેર હોવાનું બહાર આવતા જ તે માલ રિજેક્ટ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ નબળી તુવેરને માર્કેડયાર્ડ ખાતે પરત કરાયો છે. જો કે આ તુવેર ખેડૂતો પાસેથી નબળી આવી છે કે કોઈ અન્ય કારણ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ તો આ માલ રિજેક્ટ થતા કૌભાંડની આશંકા સાથે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. તપાસ બાદ જ સત્ય બહાર આવશે.

જુદી- જુદી ગાડીમાં નબળી તુવેરનાં કટ્ટા હોઇ શકે : પુરવઠા અધિકારી
જૂનાગઢ ખાતેના પુરવઠા અધિકારી માેરીએ જણાવ્યું કે 2 થી 3 ટ્રક માલ પરત ફર્યાે છે જે આખે આખી ગાડી ન હાેય પરંતુ જુદી જુદી ગાડીમાંથી નબળી તુવેરના કટ્ટા હાેય શકે વધુ માહિતી માટે ગાેડાઉન મેનેજરનાે સંપર્ક કરાે તેમ કહ્યું હતું. આ બાબતે જિલ્લા કલેકટર દ્વારા એવું જણાવાયું છે કે, જિલ્લા લેવલની તુવેરની ખરીદીની તમામ જવાબદારી અધિકારી મોરીને સોંપવામાં આવી છે. - તસ્વીર : પ્રવિણ કરંગીયા

કેશાેદ માર્કેટયાર્ડ ખાતે નાફેડ દ્વારા ખરીદાયેલી તુવેર નબળી કક્ષાની હાેય તેથી 2 થી 3 ટ્રક માલ પરત ફરતા ખરીદીમાં કાૈભાંડ થયું હાેવાની આશંકા સેવાઇ રહી છે જે બાબતે ગાેડાઉન મેનેજરનાે સંપર્ક કરતાં તેમણે બાેલવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...