તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ 181 અભયમ પર એસટી મહિલા બસ કંડક્ટરનો ફોન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ 181 અભયમ પર એસટી મહિલા બસ કંડક્ટરનો ફોન આવ્યો કે બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ હેરાન કરે છે. તેથી અભયમની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી.

181 અભયમના કાઉન્સેલર કાજલ રમેશભાઇ કોલડીયા, કોન્સ્ટેબલ ભારતીબેન મકવાણા અને પાયલોટ રાજેશભાઇ ગઢવી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી જાણકારી મેળવી કે લેડિઝ કંડક્ટરે બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ પાસે પાસ માંગતા તેમની સાથે બોલાચાલી કરેલ અને ગેરવર્તણુક કરેલ.

ત્રણ-ચાર છોકરાઓએ અવ્યવહાર કરેલ જેથી બંને પક્ષનું કાઉન્સેલીંગ કરી સમજાવી અને કાયદાકીય માહિતી આપી હતી. તેમજ છોકરાઓએ લેડી કંડક્ટરની માફી માંગી અને સ્થળ પર જ સમાધાન કરી વાતાવતરણને શાંત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...