તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકો મહિને 25 હજારનો હપ્તો ભરતા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
5 માથાભારે એજન્ટ લોકોને ફરિયાદ ન કરવા ધમકાવતા : તેમની સામે પોલીસ ફરિયાદ થશે, જૂનાગઢ, વંથલીમાં પણ બ્રાંચ ખોલી હતી
ક્રાઇમ રિપોર્ટર | જૂનાગઢ

મુંબઇની અર્થવ ફોર યુ ઇન્ફ્રા એન્ડ એગ્રો લીમીટેડ નામની ઠગ કંપની જૂનાગઢ, વંથલી અને ગડુમાં શરૂ થઇ હતી. આ કંપની લોકોને વિશ્વાસમાં લઇ ડબલ રકમ ચૂકવવાનો દાવો કરતી હતી. શરૂઆતમાં કંપનીએ કેટલાક લોકોને રકમ પણ આપી હતી. જેથી લોકોનો વિશ્વાસ જીતી લીધો હતો. બાદ મોટી રકમ વસુલવાનું શરૂ કર્યુ હતું. બાદ 2018માં કંપની ઉઠી ગઇ હતી. જૂનાગઢના લોકોએ નપુડા પોલીસ સ્ટેશનમાં જઇ તપાસ પણ કરી હતી. ત્યારે આ પોલીસ સ્ટેશનમાં આ શખ્સો સામે ગુનો રજીસ્ટ્રેટ થયો હતો. તેમજ આ કંપનીના મુકેશ સુંદેશા, સચિન ગોસાવી, ગણેશ હજારે, શિવાજી નિકાડે સામે થાણે કોર્ટમાં કેસ ચાલુ છે. આ લોકોએ જિલ્લામાં 5 વર્ષ સુધી આ કંપનીની બ્રાન્ચ ચાલુ હતી. આ કંપની જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં 150થી વધુ એજન્ટ નિમ્યા હતા. જે લોકોને કંપનીની સ્કીમ અને હપ્તાની માહિતી આપતા હતા. તેટલુ જ નહી 5 થી 6 માથાભારે એજન્ટો હતો. જે વર્તમાનમાં લોકોને ફરિયાદ કરતા રોકી રહ્યા છે અને ધમકાવી રહ્યા છે. પોલીસ આગામી દિવસોમાં તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરશે.

જૂનાગઢ જિલ્લામાં ઠગ કંપનીના 150 એજન્ટ કામ કરતા હતા
ભોગ બનનાર કાનાભાઇએ આ કંપનીમાં 2 પ્રિમીયમ ભર્યા હતા. બન્ને પ્રિમિયમ 10-10 હજારના હતા. જેમાં મહિને 10 હજાર રૂપિયા ચૂકવતા હતા. કુલ 36 મહિનાના 4.20 લાખ થતા હતા. જેમાં એક પ્રિમીયમની મુદત 13 જુલાઇ 2019માં પુરી થતી હતી. ત્યારે બીજા પ્રિમીયમની મુદત 24 સપ્ટેમ્બરના પુરી થતી હતી. જેમણે 4.10 લાખ રૂપિયા ભર્યા હતા.

સોનલબેન ચુડાસમા દર મહિને 15000 માસિક પ્રિમીયમ લેખે 36 મહિના સુધી કુલ 5.40 લાખ જમા કરવાથી પ્રિમીયમની મુદત પુરી થયે 7.50 લાખ મળવા માત્ર રકમ થતી હતી. તેમણે 18 હપ્તાના 2.70 લાખ ભર્યા હતા. તેમની મુદત 24 સપ્ટેમ્બરના પુરી થતી હતી. ઉપરાંત સોનલબેને ફિક્સ ડીપોઝીટ પેટે રકમ મુકી હતી. જે 4 વર્ષ ડબલ થવાની હતી.

પોલીસે દિવ્ય ભાસ્કરનો આભાર વ્યક્ત કર્યો
આ કંપની લોકોનું ઠગી જતી રહી હતી. બાદ આ અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થયા હતા. બાદ પોલીસ સુધી પહોંચ્યા હતા. આ અંગે એલસીબીએ દિવ્ય ભાસ્કરનો આભાર વ્યક્ત કર્યો હતો.

LCBને 1000થી વધુ લોકોએ ફોન કર્યા
ઠગ કંપની સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ અખબારોમાં અહેવાલ પ્રસિધ્ધ થયા હતા. જેના પગલે જૂનાગઢ જિલ્લાના 1000થી વધુ લોકોએ એલસીબીને ફોન કરી પોતે ભોગ બન્યા હોવાનું કહ્યું હતું.

રાજકીય લોકોના પણ રૂપિયા ડુબ્યા

સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોના એકના ડબલની લાલચમાં રૂપિયા ડુબ્યા છે. આ ઉપરાંત કેટલાક રાજકીય લોકોના રૂપિયા પણ આ કંપનીમાં ડુબી ગયા છે.

લોકોના રૂપિયા પરત આવે તેવા પ્રયાસ
પોલીસે જણાવ્યું હતું કે, કંપની પાસે 700 કરોડથી વધુની મિલકત છે. સરકાર અને પોલીસના એવા પ્રયાસ કે, લોકોના રૂપિયા પરત મળી જાય.

પોલીસે શું કબ્જે કર્યું ?

પોલીસે તમામ રેકર્ડ, મુદ્દામાલ, ફર્નિચર, કોમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર, પેન્ડ્રાઇવ, બ્રાઉસર્સ, એજન્ટ ફોર્મ, સભ્ય ફોર્મ, માર્ગદર્શિકાઓ, ફાઇલો સહિતનો વસ્તુ પોલીસે કબ્જે કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો