તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢનાં મઘરવાડા ખાતે રવેચી માતાજીના મંદિરે પાટોત્સવ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ : મઘરવાડા ખાતે આગામી તા.19 અને 20 નાં રોજ રવેચી માતાજીનાં મંદિર ખાતે પાટોત્સવનું આયોજન કરાયું છે. પ્રસંગ દરમિયાન ભારતભરમાં વસતા તમામ હેરભા પરિવારોની પરિચય પુસ્તિકાનું વિમોચન તથા ડોક્ટર્સ, પીએસઆઇ, પીએચડી જેવી ઉચ્ચ ડિગ્રી ધરાવતા તેજસ્વી તેમજ હાલ વર્ગ-1 અને વર્ગ-2 માં નોકરી કરતા, નિવૃત થયેલા અધિકારીઓનું તેમજ વિશિષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન કરાશે. હેરભા પરિવારની પુસ્તિકા માટેનું ફોર્મ તેમજ સન્માનિત થવાની યોગ્યતા ધરાવતાં સભ્યોએ જરૂરી માહિતી આગામી તા.20 સુધીમાં હરીકાંતભાઇ હેરભા, 36, વૃંદાવન નગર, મધુરમ તેમજ રામભાઇ હેરભા, દર્શન સ્ટુડિયો, મધુરમ બાયપાસ ખાતે પહોંચતી કરવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...