તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપણી આસપાસનું વાતાવરણ પણ આપણી ખુશીને ભરખી જાય છે. બાળકોના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આપણી આસપાસનું વાતાવરણ પણ આપણી ખુશીને ભરખી જાય છે. બાળકોના ભરણ-પોષણના સમયે તેમને કેવું વાતાવરણ આપી રહ્યા છીએ, તેનું ધ્યાન જરૂર રાખજો. પાછલા દિવસોમાં મેં એક યુવાનને એરપોર્ટ પર ગુસ્સે થતાં બીજા લોકો સાથે બાખડતા જોયો હતો. એરપોર્ટ પર આવા દૃશ્ય ઓછાં જ જોવા મળતા હોય છે, પણ તે યુવાન સતત, એટલે સુધી કે ફ્લાઇટમાં બેસતી વખતે પણ કોઇને કોઇ સાથે ઝઘડી રહ્યો હતો. અંતે તે મારી પાસે બેઠો. મેં તેને પૂછી લીધું,‘ તમે આટલા શોર્ટ ટેમ્પર્ડ કેમ થતાં જઇ રહ્યા છો? વાત શું છે? તેનો જવાબ સાંભળીને હું ચોંકી ગયો. કહેવા લાગ્યો,‘ક્યાં ઝઘડ્યો? આ તો મારી સ્ટાઇલ છે. જો આ પ્રકારે નહીં બોલો તો બીજા ફાયદો ઉઠાવશે. તેમાં લડાઇની વાત ક્યાં છે? મેં કહ્યું તમે થોડા પરેશાન પણ જણાઇ રહ્યા છો...તો તેણે કહ્યું,‘તમને લાગતું હશે,હું આવો જ છું.’ જ્યારે તે થોડો શાંત થયો ત્યારે ખુલ્યો અને કહેવા લાગ્યો,‘જુઓ પંડિતથી, મારા પેરેન્ટ્સ એકબીજા સાથે ખૂબ ઝઘડતા હતાં. બહેન સાથે પણ મારો વિવાદ થતો રહેતો હતો. હવે આ મારા સ્વભાવમાં વણાઇ ગયુ છે. મને ઝઘડો, ઝઘડો લાગતો જ નથી.’ મેં પૂછ્યું ,‘તો તેનાથી તમને ખૂશી મળે છે? ત્યારે કહ્યું,‘ખુશ તો નથી થતો પણ શું કરું? મજબૂર છું.’ અમારી વાત પૂરી થઇ ગઇ. પણ હું વિચારતો રહ્યો અને બધાને કહેવા માગું છું કે પોતાની આસપાસના વાતાવરણને ખુશી સાથે જોડો. જો લડી-ઝઘડીને તેને ભારેખમ બનાવશો તો ખબર પણ નહીં પડે અને તે તમારી અંદર તણાવ અને ઉદાસી ઘોળી દેેશે.

અન્ય સમાચારો પણ છે...