તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં સોમવારની રાત્રીના શ્રીકૃષ્ણ લીલા મહોત્સવ(કાન ગોપી)નું આયોજન કરવામાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢમાં સોમવારની રાત્રીના શ્રીકૃષ્ણ લીલા મહોત્સવ(કાન ગોપી)નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના બિલખા રોડ સ્થિત પ્લાસવાના પાટીયા પાસે આવેલી શ્રી ગૌમંગલ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નંદબાવા ગૌશાળાના લાભાર્થે કાન ગોપીનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને હાલમાં ગૌ ભકતો અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પશુને કતલખાને જતા બચાવી લેવાય છે. જોકે આવા બચાવાયેલા પશુને રાખવા કયાં? તેવો સવાલ ઉભો થાય છે. ત્યારે કતલખાને જતા બચાવાયેલા 485 પશુનો નંદબાવા ગૌશાળામાં નિભાવ થાય છે. આ ગૌશાળાના લાભાર્થે કાનગોપીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 13 જાન્યુઆરી સોમવારના રાત્રીના 8 વાગ્યે ઝાંઝરડા રોડના ખાખીનગર ગ્રાઉન્ડ ખાતે યોજાશે જેમાં બામણાસા ગીરના રાધે ગૃપ (ચંદ્રેશભાઇ) દ્વારા શ્રીકૃષ્ણ લીલા(કાન ગોપી) મહોત્સવ રજૂ કરાશે. આ તકે ચેતનભાઇ ફડદુ, વિનુભાઇ અમીપરા, ભાવેશભાઇ રાજાણી, કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા અને જયેશ રાદડીયા, મેયર ધીરૂભાઇ ગોહેલ, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય ભીખાભાઇ જોષીભ મોહનભાઇ પટેલ સહિતના અનેક રાજકીય, સામાજીક અગ્રણીઓ તેમજ બિલ્ડરો, દાતાઓ, સહયોગી સંસ્થાઓ અને શુભેચ્છકોની ઉપસ્થિતી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો