દિવ્યાંગો માટે ચક્રફેક, ગોળાફંેક, દોડ સહિતની રમતોનંુ આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત તથા જૂનાગઢ જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા આયોજીત સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાની રમતોનું આયોજન સાંપ્રત એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.

દર વર્ષે સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં શારીરિક દિવ્યાંગો માટે ચક્રફેક, ગોળાફેક, ટ્રાઇસિકલ રેસ, દોડ, લાંબીકુદ, ઉંચી કુદ વગેરે તથા માનસિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગો માટે 25, 50, 100, 200, 400 અને 800 દોડ, ગોળાફેક, સોફ્ટબોલ થ્રો, સાયકલ રેસ જેવી રમતોમાં ભાગ લેવા ઇચ્છતા તથા જૂનાગઢ જિલ્લામાં વસતા દિવ્યાંગોએ જરૂરી કાગળો લઇ સંસ્થા ખાતે આગામી તા.10 ઓક્ટોબરને સવારે 10 થી 5 વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરી લેવા જણાવ્યું છે. જેમાં દિવ્યાંગતા સર્ટીફિકેટ, ઉમરનો આધાર, આધારકાર્ડની ઝેરોક્ષ, પાસ પોર્ટ કલર ફોટો તથા બેન્ક એકાઉન્ટની આઇએફએસસી કોડવાળી ઝેરોક્ષ સાથે લઇ બિલખા રોડ, વિજાપુરના પાટીયા પાસે આવેલ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે પહોંચી જવા જણાવ્યું છે. આમ આગામી ઓક્ટોબર માસમાં દિવ્યાંગો માટેની ખાસ રમત-ગમતનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...