તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવિધ માંગ ન સંતોષાતાં મંગળ, બુધ 2 દિવસ કેન્દ્રિય કર્મચારીઓ હડતાળ પર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવિધ પડતર માંગ ન સંતોષાતા કેન્દ્રીય કર્મચારીઓ મંગળ અને બુધ એમ બે દિવસ સુધી હડતાળ પાડશે. હડતાળને કારણે બેન્ક, પોસ્ટ, બીએસએનએલની સેવા પ્રભાવિત થશે. કેન્દ્રીય કર્મીઓએ બે દિવસીય દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. આ હડતાળમાં બેન્ક, પોસ્ટ, ટેલીફોન સહિતના કર્મીઓ જોડાશે. પડતર પ્રશ્નોનો ઉકેલ ન અાવતા હડતાળ કરવામાં આવશે.બેન્ક કર્મીઓ દ્વારા સોમવારે પણ શહેરના દિવાન ચોકમાં સાંજના 5:30 વાગ્યે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જયારે મંગળ અને બુધ એમ 2 દિવસ પણ સૂત્રોચ્ચાર કરાશે અને આ 2 દિવસ બેન્ક કામગીરી સદંતર ઠપ્પ રહેશે જેથી કરોડોના વ્યવહારો અટકી જશે. આ હડતાળમાં જૂનાગઢના 2000 અને જિલ્લાના મળી કુલ 5000થી વધુ કર્મીઓ જોડાશે.જયારે પોસ્ટ વિભાગ પણ 8 અને 9 જાન્યુઆરીના હડતાળમાં જોડાશે. આ અંગે સર્કલ સેક્રેટરી આર.ડી. પુરોહિતના માર્ગદર્શનમાં 8 જાન્યુઆરીના શહેરના ગાંધીગ્રામ સ્થિત પોસ્ટ ઓફિસ પાસે સવારે 9 થી 9:30 સૂત્રોચ્ચાર કરવામાં આવશે.હડતાળમાં જૂનાગઢની 10 પોસ્ટ ઓફિસના 100થી વધુ કર્મીઓ જોડાશે.

અન્ય સમાચારો પણ છે...