તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા દિન નિમિત્તે 150 બહેનોને સાડી, અનાજનું વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી અંતર્ગત જરૂરીયામંદ આશરે 150 બહેનોને મુંબઇના દાતા હિનાબેન ગાંધી દ્વારા સાડી વિતરણ કરવામાં આવી હતી. તેમજ જરૂરીયાતમંદ 100 જેટલા બહેનોને ખીચડી, ઘઉં જેવા અનાજનું વિતરણ કરાયું હતું. આશરે 150 જેટલી સાડીઓ વૃદ્ધાશ્રમ, અંધાશ્રમ, મહિલા આશ્રયસ્થાનના બહેનોને આપવામાં આવી હતી. જયશ્રીબેન રંગોલીયાએ આ દિવસનું બહેનોને મહત્વ સમજાવી સરકાર દ્વારા મળતા અનેક લાભો લેવા જણાવ્યું હતું. વર્ષાબેન બોરીચાંગરે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા થતી કામગીરીની જાણકારી આપી મફત કાનુની સહાય કઇ રીતે મળે ? અધિકારો માટેની જાગૃતિ અંગેની વાત કરી હતી. દહેજ પ્રાંત અધિકારી મનિષાબેન મુલતાનીએ બહેનોને વિધવા સહાય યોજના, વ્હાલી દિકરી યોજના, સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી આપી હતી. આ તકે અરવિંદભાઇ મારડીયા, કમલેશભાઇ પંડ્યા, અલ્પેશભાઇ પરમાર, શાંતાબેન બેસ, મનિષભાઇ લોઢીયા, બટુકબાપુ, ભોગીભાઇ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

મહિલાઓને કાનુની સહાય અને લાભો અંગે માહિતગાર કરાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો