તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેળામાં દેશી ઘીનો મોહનથાળ, ગરમ ભજીયાં પીરસાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢના ભવનાથમાં મહા શિવરાત્રીના કુંભ મેળાને લઇને અન્નક્ષેત્રો ધમધમી ઉઠશે. અન્નક્ષેત્રો દ્વારા તૈયારીઓને આખરી અોપ અપાઇ રહ્યો છે. જોકે ભવનાથ ખાતે આવેલ ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ ખાતે બારેય માસ અન્નક્ષેત્ર ધમધમતું રહેશે. દરમિયાન મેળામાં આવતા ભાવિકોને દરરોજ દેશી ઘીનો મોહનથાળ અને ગરમા ગરમ ભજીયા પિરસવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે મહંત શેરનાથબાપુએ જણાવ્યું હતું કે શિવરાત્રીના મેળામાં આવતા ભાવિકોને ધ્યાને લઇને પ્રાથમિક ધોરણે દેશી ઘીના 80 ડબ્બા, સિંગતેલના 400 ડબ્બા, 70 ગુણી ભાતના ચોખા, 700 કિલો દાળ,70 મણ મગ, 150 મણ ખીચડીના ચોખા, 300 મણ ઘઉં, 100 મણ બાજરો, 125 કટ્ટા ચણાનો લોટ મંગાવીને રાખવામાં આવ્યો છે. મેળા દરમિયાન અંદાજીત 20,000 કિલો શાકભાજીનો પણ વપરાશ થશે.

આ ઉપરાંત જરૂર પડયે વધુ સામગ્રી મંગાવાશે. અમારૂં અન્નક્ષેત્ર 24 કલાક ચાલુ રહેશે. સવારે ચા, પાણી,નાસ્તો અને બન્ને ટાઇમ ભોજન આપવામાં આવશે. ભોજનમાં ખાસ કરીને ભાવિકોને દરરોજ દેશી ઘી નો મોહનથાળ અને ગરમા ગરમ ભજીયા પિરસવામાં આવશે. ભોજનમાં સવારે દાળ, ભાત, રોટલી, બે જાતના શાક,સંભારો, છાશ વગેરે અને સાંજે ગરમા ગરમ ખીચડી, કઢી, રોટલા, ભાખરી વગેરે પિરસવામાં આવશે.ભોજન બનાવવા માટે કુલ 25થી વધુ સેવાભાવી લોકો રસોયા તરીકે સેવા આપી રહ્યા છે તેમજ આવતા ભાવિકોને 24 કલાક ભોજન મળી રહે તે માટે 100થી વધુ સ્વયં સેવકોની ટીમ ખડે પગે તૈનાત રહેશે.

અન્નક્ષેત્ર માટે મંગાવેલ કોઠારૂમમાં રાખેલ રાશન સામગ્રીનાં જથ્થાને દર્શાવતા શેરનાથ બાપુ. તસ્વીર - મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો