તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1 માર્ચે સીએમના કાર્યક્રમમાં મેદની એકઠી કરવા મફત 25 બસ દોડાવાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
1 માર્ચે ભવનાથ ખાતે સીએમનો કાર્યક્રમ હોય જનમેદની એકઠી કરવા મફત 25 મિની બસ દોડાવવાનું ફરમાન થયું છે. અેસટીને બસ માટેનું 1.25 લાખનું ભાડું હાલ મનપા ચૂકવશે બાદમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ મનપાને આ રકમ પરત કરશે તેમ જાણવા મળી રહ્યું છે. ભવનાથ ખાતે શિવરાત્રી કુંભમેળાનો 27 ફેબ્રુ.થી રાજ્યપાલના હસ્તે ધ્વજારોહણ બાદ પ્રારંભ થયો છે.

1 માર્ચે સીએમ વિજય રૂપાણી અને યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથજીની વિશેષ ઉપસ્થિતી રહેશે. ઉપસ્થિતીમાં પ્રકૃતિધામ ખાતે બપોરના 3 થી સાંજના 7 સુધી ધર્મસભા યોજાશે. ત્યારે મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં યોજાનાર ધર્મસભામાં મેદની એકઠી કરવા પ્રયાસો થઇ રહ્યા છે. હાલ આતંકીઓના હુમલા અને બાદમાં ભારતીય હવાઇ સેનાની જવાબી કાર્યવાહી બાદ સ્થિતી તંગ હોય મેળામાં આવનાર ભાવિકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાય તેવું જણાઇ રહ્યું છે.

વિધીવત પ્રારંભ છતાં દર વર્ષ જેવી જનમેદની જોવા મળી નથી. ત્યારે સીએમના કાર્યક્રમમાં લોકોને લાવવા માટે એસટીની 25 મિની બસ દોડાવશે. આ બસ 1 માર્ચે બહાઉદ્દીન કોલેજના ગ્રાઉન્ડથી સવારના 11 વાગ્યાથી બપોરના 3:30 વાગ્યા સુધી દોડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો