તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢના તળાવ દરવાજા નજીક કચરો રોડ ઉપર ઠાલવી દીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ શહેરના તળાવ દરવાજા નજીક રસ્તા પર જ કચરોનો ઢગલો જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા સફાઇની વાતો કરવામાં આવી રહી છે પરંતુ રસ્તા પરનો કચરોનો ઢગલો નજર આવતો નથી. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સફાઇની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા જુદી જ હોય તેમ વિવિધ વિસ્તારોમાં ગંદકી જોવા મળી રહી છે. તળાવ દરવાજા રોડ પરથી રોજના મોટી સંખ્યામાં વાહનો અને લોકોની અવરજવર રહેતી હોય છે પરંતુ કચરો રસ્તા પર ઠાલવી દેવામાં આવતા અહીંથી પસાર થતા લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. સફાઇની વાતો કરતી મનપાને આ કચરાનો ઢગલો નજર આવતો નથી ત્યારે રસ્તા પરની સફાઇ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે. તસ્વીર - મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...