લોકસભાની ચૂંટણી સંદર્ભે કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરતા ઓબ્ઝર્વર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ લોકસભાની ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા નિયુકત કરવામાં આવેલા ઓબ્ઝર્વરોની ઉપસ્થિતીમાં જૂનાગઢ કલેકટર કચેરી ખાતે મિટીંગ મળી હતી. આ મિટીંગમાં જૂનાગઢ, ગિર સોમનાથ લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની સમિક્ષા કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. સૌરભ પારધી, ગિર સોમનાથ જિલ્લા કલેકટર અજય પ્રકાશ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વી.એન. સરવૈયા વગેરેએ માહિતી આપી હતી. આ તકે જનરલ ઓબ્ઝર્વર શાહજાદ શીબ્લી, ડો.ચક્કીરાલા સમ્બાશિવા રાવે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. દરમિયાન ગિર સોમનાથ જિલ્લામાં 4 વિધાનસભાના 1075 મતદાન મથકોમાં 615 પોલીસ કર્મી,1040 હોમગાર્ડ અને 24 સીઆઇએફની કંપની ફરજ બજાવશે.

આગામી 8 એપ્રિલે અપક્ષોને ચૂંટણી ચિન્હની ફાળવણી | માન્ય રાષ્ટ્રિય પક્ષો એક ચિન્હ પર ફોર્મ ભરતા હોય છે જયારે અપક્ષો 3 ચિન્હો સાથે ફોર્મ ભરતા હોય છે જેમાંથી ચૂંટણી પંચ 1 ચિન્હ માન્ય કરતું હોય છે. આવા અપક્ષોના ચૂંટણી ચિન્હોની 8 એપ્રિલે ફાળવણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...