સિવીલના તાત્કાલીક ગેઇટમાંથી હવે અસામાજીક તત્વો નહી ઘુસે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ મજેવડી ગેઇટ નજીક નવી બનેલી સિવીલ હોસ્પિટલમાં અનેક ક્ષતિઓ સામે આવતી હતી. સિવીલ હોસ્પિટલ અસામાજીક તત્વોનો અડ્ડો બની ગઇ હોવાની અનેક ફરિયાદો ઉઠતી હતી પરંતુ હવે નવા આવેલા સિવીલ સુપ્રિટેન્ડન્ટ ડો.બગડા દ્વારા સિક્યુરીટી તેમજ અન્ય સ્ટાફને સૂચના આપી દેવામાં આવી છે. સિવીલમાં અંદર જવા માટે મુખ્ય એક ગેઇટ અને તાત્કાલીક સારવાર ગેઇટ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. બન્ને ગેઇટ પરથી અસામાજીક તત્વો ઘુસી જતા હોવાની અનેક ફરિયાદ ઉઠતી હતી તે ઉપરાંત અન્ય લોકો આખા મારવા સિવીલમાં ઘુસી જતા ત્યારે હવે નવા સિવીલ સુપ્રિટેન્ડન્ટ દ્રારા કડક સૂચના આપી દેવામાં આવી છે. તાત્કાલીક સારવાર ગેઇટમાં રોજના મોટી સંખ્યામાં લોકો ઘુસી જતા હોય છે ત્યારે હવે આ ગેઇટ બંધ કરી દેવામાં આવ્યો છે. માત્ર ઇમજન્સી દર્દીઓને જ આ ગેઇટ પરથી જવા દેવામાં આવ્યો છે તેમજ પાછળ રસ્તા તરફનો ગેઇટ ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...