તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડાલની આલ્ફા સ્કુલને ચાલુ રાખવા મુદ્દે નોટીસ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસને લઇને રાજ્ય સરકારે શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ કર્યો છે. જૂનાગઢમાં પણ સક્કરબાગ સહિતના બંધ કરી દેવામાં આવ્યા છે. જૂનાગઢની અમુક શાળાઓ ખુલ્લી રાખી બાળકોને ભણાવવાની ફરિયાદો મળી રહી છે. ત્યારે વડાલ રોડ પર આવેલ આલ્ફા હાયર સેકન્ડરી સ્કુલમાં બોર્ડ સિવાયની કોઇ પ્રવેશ પરીક્ષા લેવાય છે. શા માટે લેવામાં આવે? શા માટે વિદ્યાર્થીઓને બોલાવ્યા? કેટલા વિદ્યાર્થીઓ કઇ પ્રકારની પરીક્ષા સ્થળે આપી છે તે તમામ વિગતો સીસીટીવી ફુટેજ સાથે મોકલી આપવા જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના સંચાલકને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...