તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવું વોર્ડ સિમાંકન | ભાજપના 1, કોંગ્રેસના 7 કોર્પોરેટરોએ વાંધા રજૂ કર્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ મનપાનું નવું વોર્ડ સિમાંકન કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં કુલ 20 માંથી 15 વોર્ડ કરવામાં આવ્યા છે. આ અંગેનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડયા બાદ વાંધા,સૂચનો માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. દરમિયાન નવા સિમાંકન મામલે સત્તાધારી ભાજપના 1 કોર્પોરેટર અને કોંગ્રેસના 7 કોર્પોરેટરોએ વાંધા સૂચનો રજૂ કર્યા છે અને આ મામલે સત્વર યોગ્ય કરવા માંગ કરી છે. દરમિયાન ભાજપના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર પ્રવિણ વાઘેલાએ જણાવ્યું હતું કે નવા સિમાંકન મુજબ હાલ વોર્ડ નંબર 6 માં અનુસુચિત જાતિની 1400ની વસ્તી હોવા છતાં અંગત રાગદ્વેશ રાખી નવા વોર્ડમાં તમામ સીટ સામાન્ય કરી દેવામાં આવી છે.સરકારના કાયદા મુજબ વોર્ડ સિમાંકન થયું ન હોવાનું પણ પ્રવિણ વાઘેલાએ વાંધા અરજીમાં જણાવ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસના કોર્પોરેટરો હુસેન હાલા, એસ.એસ. કસીરી, કુદુસભાઇ મુન્શી, વિજય વોરા, અદ્રેમાનભાઇ પંજા, સેનિલાબેન થઇમ,સવિતાબેન પરમાર વગેરેએ વાંધા સૂચનો રજૂ કર્યા છે અને યોગ્ય કરવા માંગ કરી છે તેમજ જો યોગ્ય નહિ થાય તો હાઇકોર્ટના દ્વાર ખટખટાવવાની પણ ચિમકી ઉચારાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો