જૂનાગઢના જોષીપરા પાદર ચોકમાં કરેલા ડિમોલીશન બાદ નવું કોમ્પલેક્ષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના જોષીપરા પાદર ચોકમાં કરેલા ડિમોલીશન બાદ નવું કોમ્પલેક્ષ બની ગયું તેના 4 વર્ષ પછી પણ દુકાનનો કબ્જો ન મળતા જોષીપરાના વેપારીઓ પ્રતિક ઉપવાસ કરશે. આ અંગે જોષીપરા વેપારી એસોસિએશનના પ્રમુખ વિજયભાઇ પોશીયાએ જણાવ્યું હતું કે, જોષીપરા ખાતે મનપાએ દુકાનોનું ડિમોલીશન કર્યું હતું. બાદમાં વેપારીઓ નાણાં ખર્ચી બાંધકામ કરે તે શર્તે જમીન મનપાએ આપી હતી.

વેપારીઓના નાણાંથી બાંધકામ થયા બાદ આ જમીન શ્રી સરકારની નીકળતા માઇક્રો શોપીંગનું બાંધકામ અટકાવી દેવાયું છે તેમજ દુકાનોનો કબ્જો પણ અપાયો નથી.

આ મામલે અનેક રજૂઆતો બાદ મનપાના પદાધિકારીઓ તેમજ મનપાની ચૂંટણી વખતે સીએમએ આપેલી હૈયાધારણા પણ લોલીપોપ સાબિત થતા આંદોલન કરવાની ફરજ પડી છે. ત્યારે 28 નવેમ્બર ગુરૂવારના રોજ સવારના 10 વાગ્યાથી સાંજના 6 સુધી વેપારીઓ જોષીપરા પાદરચોક ખાતે પ્રતિક ઉપવાસ શરૂ કરાશે અને જ્યાં સુધી પ્રશ્નનો ઉકેલ નહી આવે ત્યાં સુધી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન જારી રાખવામાં આવશે તેમ પ્રમુખ વિજયભાઇ પોશીયાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...