તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માં અંબાના મંદિરે નવરાત્રીનું અનુષ્ઠાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આસો સુદ એકમથી નવલી નવરાત્રીનો પ્રાંરભ થયો છે. જૂનાગઢના ગરવા ગીરનાર પર બિરાજમાન માં અંબાના મંદિરે નવરાત્રી મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 52 શક્તિપીઠ પૈકીની ઉદ્દયનપીઠ કે જ્યાં માતાજીના ઉદર એટલે પેટનો ભાગ પડેલો હતો તે ગીરનાર પર્વતના અંબાજી શિખર ખાતે નવરાત્રી અનુષ્ઠાન શરૂ કરવામાં આવ્યા છે. મંદિરના મહંત તનસુખગીરી મહારાજના માર્ગદર્શનમાં શુભ મુહુર્તમાં ઘટસ્થાપનની વિધી કરવામાં આવી હતી. વરસતા વરસાદની વચ્ચે મોટી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતીમાં ઘટસ્થાપન વિધી કરવામાં આવી હતી. નવે નવ દિવસ માતાજીને અલગ અલગ શણગાર કરવામાં આવશે. આઠમના દિવસે હવન કરવામાં આવશે. નવરાત્રી દરમિયાન માતાજીના અનુષ્ઠાન કરી તેમના આશિર્વાદ મેળવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...