તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગત વર્ષ કરતા વધુ 33 હેકટર જમીન બિનખેતી બની

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ જિલ્લામાં વિવિધ હેતુ માટે ખેતીની જમીનને બિનખેતીમાં તબદીલ કરવામાં આવે છે. દરમિયાન છેલ્લા 2 વર્ષના આંકડા પર નજર કરીએ તો જાણવા મળી રહ્યું છે કે, ગત વર્ષ કરતા પુર્ણ થયેલા વર્ષમાં વધુ 33 હેકટર જમીન બિનખેતીમાં તબદીલ કરવામાં
આવી છે.

વર્ષ 2018માં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પ્રાંત કચેરી અને જિલ્લા કલેકટર કચેરી દ્વારા મળી કુલ 133 હેકટર જમીન બિનખેતી કરાઇ હતી જ્યારે પુર્ણ થતા વર્ષ 2019માં 166 હેકટર જમીન બિનખેતી બની છે. અામ, વધુ 33 હેકટર જમીન બિનખેતી બની છે. જોકે હવે ખેતીની જમીનને બિનખેતી કરવા માટેના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

હવે બિનખેતી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અગાઉ રહેણાંક અને ઔદ્યોગિક સહિતના જે તે હેતુ માટે બિનખેતી કરાતી હતી, હવે મલ્ટિપર્પઝ હેતુ માટે બિનખેતી કરાવી શકાય છે. શહેરોમાં 16 ઓગસ્ટ 2018થી અને સમગ્ર રાજ્યમાં 8 માર્ચ 2019થી ઓનલાઇન મલ્ટિપર્પઝ બિનખેતી અમલી
બની છે.

2018માં 133 અને 2019માં 166 હેકટર જમીનની બિનખેતી : હવે બિનખેતી માટે ઓનલાઇન અરજી કરવાની રહે

હવે માત્ર જિલ્લા કલેકટરને જ સત્તા | અગાઉ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, પ્રાંત કચેરી અને જિલ્લા કલેકટરને બિનખેતી કરવાની સત્તા હતી. 7 ડિસેમ્બર 2018થી અન્ય તમામની સત્તાને પૂર્ણ કરવામાં આવી હોય હવે માત્ર જિલ્લા કલેકટર જ બિનખેતી કરી શકે છે. આમ, તમામ સત્તા જિલ્લા કલેકટરને આપવામાં આવી છે.

પ્લાન, બાંધકામ મંજૂરી કોણ આપી શકે ?

ગ્રામ્ય વિસ્તારમાં પ્લાન મંજૂરી નગર નિયોજક પાસેથી, જ્યારે બાંધકામ મંજૂરી ગ્રામ પંચાયત પાસેથી લેવાની હોય છે. જ્યારે મહાનગરપાલિકામાં કમિશ્નર, જૂડામાં જૂડાના સીઇઓ અને નગરપાલિકામાં ચિફ ઓફિસર બન્ને મંજૂરી આપી શકે છે.
અન્ય સમાચારો પણ છે...