તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં જાન્યુ.માં મોદી રોપ-વેનું ઉદ્દઘાટન કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાન્યુઆરીમાં વડાપ્રધાન ગિરનાર રોપ - વેનું ઉદ્ધાટન કરશે તેમ જાણવા મળી રહ્યું છે. આ અંગે માહિતી આપતા જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલે જણાવ્યું હતું કે, જૂનાગઢનો અતિ મહત્વાકાંક્ષી પ્રોજેકટ ગિરનાર રોપ - વે ની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. દરમિયાન હાલના સંજોગોમાં થતી કામગીરી અને અધિકારીઓ સાથેની વાતચીત મુજબ ડિસેમ્બરના અંત સુધીમાં ગિરનાર રોપ - વેનું તમામ કામ પૂર્ણ થઇ જશે અને જાન્યુઆરીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોપ - વેનું ઉદ્ધાટન કરશે. નરેન્દ્ર મોદીનો મંત્ર છે કે જે કામનું ખાતમુહૂર્ત કરો તેનું ઉદ્ધાટન પણ કરો. ત્યારે નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ સાકાર થવા જઇ રહ્યો હોય તેમના હાથે જ ઉદ્ધાટન પણ કરવામાં આવશે. આ માટે વડાપ્રધાનની તારીખ મેળવવા જૂનાગઢથી મેયર, સાંસદની આગેવાનીમાં એક પ્રતિનિધી મંડળ દિલ્હી જશે અને વડાપ્રધાનની તારીખ મેળવશે. ત્યાર બાદ ઉદ્ધાટનની તારીખ પણ જાહેર કરવામાં આવશે. દરમિયાન દિલ્હી ખાતે રેલવેમંત્રી પિયુષ ગોયલને પણ મળી જૂનાગઢને ફાટક લેસ કરવા અંગે ચર્ચા કરી નિર્ણય કરાશે.

અન્ય સમાચારો પણ છે...