Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢ ભવનાથમાં જ્ઞાતિ સમાજો, ટ્રસ્ટોનું ઉતારા મંડળની બેઠક યોજાઇ
જૂનાગઢ ભવનાથમાં જ્ઞાતિ સમાજો, ટ્રસ્ટોનું ઉતારા મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં આગામી દિવસો આવનારા શિવરાત્રીના મેળાને લઇને ચર્ચા કરવામાં આવી હતી અને સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે તો તેમાંથી અન્નક્ષેત્ર અને ઉતારા મંડળને સહાયરૂપે મદદ કરવામાં આવે તેમ ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, ઉતારા મંડળની વિવિધ માંગણીઓ છે. જેવી કે, દર વર્ષે લઘુકુંભ મહાશિવરાત્રી મેળો યોજવો, જ્ઞાતિ સમાજો ટ્રસ્ટોના ઉતારા મંડળને આભારપત્ર આપી સન્માનીત કરવા, સુદર્શન તળાવના કાંઠે ઉતારા મંડળ દ્વારા સ્નાન કરી ભવનાથ મંદિરની ધ્વજારોહણ કરી અન્નક્ષેત્રો શરૂ કરશે તેવી વ્યવસ્થા કરવી, અન્નક્ષેત્ર અને ઉતારાઓને ગેસ, બળતણ, તેલ, ઘી, શાકભાજી સહિતની વસ્તુઓ આપવી, યાત્રાળુઓ માટે બાથરૂમ બ્લોક બનાવવા સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરી રજૂઆત કરવામાં આવી હતી.