તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

MDએ કહ્યું, લેખિતમાં કશું નહીં આપું, કાર્યવાહી કરીશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | એનએસયુઆઈના આગેવાનો રજૂઆત કરવા ગયા અને આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા, પરીક્ષા રદ કરી ફરીથી લેવા અને ઉમેદવારોને ન્યાય આપવા લેખિતમાં જવાબ માગ્યો ત્યારે એમ.ડી ભાવિન પંડ્યાએ કૌભાંડ પર ઢાંકપિછોડો કરવાનું ચાલુ રાખતા લેખિતમાં કશું નહિ આપવા અને કાર્યવાહી કરીશ એવો ઉડાવ જવાબ આપી ગેરરીતિ છાવરી હતી. ભરતી કૌભાંડ છતું થયાના આટલા દિવસો થયા છતાં હજુ સીધી કોઈ કાર્યવાહી વીજતંત્રે કરી નથી. ખરેખર રાજ્યની સૌથી મોટી વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરપદે કાર્યરત અને આઈએએસ કક્ષાના અધિકારી તરીકે તેમની મહત્ત્વની ફરજ બને છે કે કંપનીમાં કોઈપણ જગ્યાએ ખોટું થયું હોય તેની માહિતી કોઈપણ વ્યક્તિએ આપી હોય તો તેની ઊંડાણપૂર્વક તપાસ કરાવી ન્યાયિક નિર્ણય કરવો જોઈએ પરંતુ હાલ એમ.ડીના નકારાત્મક વલણથી એવું સ્પષ્ટ થાય છે કે તેઓ આ ભરતી પ્રક્રિયામાં ફરજ ચૂક્યા છે જેના લીધે હજારો ઉમેદવારોના ભાવિ સાથે ચેડાં થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...