તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરનાં વોર્ડ નં.13માં સામુહિક સફાઇ અભિયાન, 23 ફેરા કચરાનો નિકાલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં જુદા જુદા વોર્ડની સામુહિક સફાઇ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તાજેતરમાં શહેરના વોર્ડ નં.13 ની સામુહિક સફાઇ કરવામાં
આવી હતી.

આ સફાઇ અભિયાનમાં સફાઇના સાધનો જેવા કે, 3 ટ્રેક્ટર, 2 જેસીબી, 1 લોડર, 2 ડમ્પર અને 1 સુપડીવાળા ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં કસ્તરના ટ્રેક્ટર ફેરા 21 અને કચરા ડમ્પરના ફેરા 2 એમ કુલ 23 ફેરા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આ તકે વોર્ડના કોર્પોરેટર ધરમણભાઇ ડાંગર, વલ્લભભાઇ આમચેડા, પર્યાવરણ ઇજનેર રાજેશ ત્રિવેદી, વોર્ડ પ્રભારી જયેેશ વાજા, હાજા ચુડાસમા, ધર્મેશ ચુડાસમા, વિનાયક ગૌસ્વામી સહીતના ઉપસ્થિત રહ્યા હતાં. અભિયાનમાં કમિશનર સુમેરા દ્વારા લોકોને સ્વચ્છતા રાખવા અને નિયત સ્થળ સીવાય જ્યાં ત્યાં કચરો ન ફેકવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

કચરાના નિકાલ માટે 9 સાધનોનો ઉપયોગ કરાયો

અન્ય સમાચારો પણ છે...